પત્નીના મૃત્યુના 3 મહિના બાદ પતિએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, પત્નીના મૃત્યુ બાદ પતિ ખૂબ જ…જાણો સમગ્ર ઘટના

Published on: 11:14 am, Mon, 17 October 22

આજકાલ સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે પાલીના જોધપુર રોડ પર ઘુમડી પાસે રવિવારના રોજ બપોરે એક યુવો કે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટનાને માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યુવાનના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે બાંગર હોસ્પિટલ મોકલી આપ્યું હતું. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ સુનિલ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી.

આ ઘટનાની જાણ થતાં જ મૃત્યુ પામેલા યુવકના સંબંધીઓ અને પરિચિત લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. સુનિલના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો સુનીલ છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનમાં હતો.

દોઢ વર્ષ પહેલા સુનીલના લગ્ન સુમિત્રા નામની યુવતી સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર ઓગસ્ટ 2022માં સુનિલની પત્ની સુમિત્રાની ડીલેવરી હતી. આ દરમિયાન તેની તબિયત લથડતા તેનું મૃત્યુ થયું હતું. સુમિત્રાના મૃત્યુનો સૌથી મોટો આઘાત સુનિલને લાગ્યું હતું. પત્નીના મૃત્યુ બાદ સુનિલ સતત ડિપ્રેશનમાં રહેતો હતો. તે પોતાની પત્નીના મૃત્યુને ભૂલી શકતો ન હતો.

સતત પોતાની પત્નીને યાદ કરીને રડતો રહેતો હતો. કદાચ આ કારણોસર હતાશ થઈને સુનીલે આ પગલું ભર્યું હશે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બન્યા બાદ પરિવારના સભ્યોના પણ આ શું સુકાતા નથી. સુનિલે ગયા કારણસર આ પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ જાણવાની પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પત્નીના મૃત્યુના 3 મહિના બાદ પતિએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, પત્નીના મૃત્યુ બાદ પતિ ખૂબ જ…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*