મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે સુરેન્દ્રનગર-દુધરેજ વડવાળા મંદિરના મહંત બાપુને મહેસાણાના કડીમાં પાલખીયાત્રા દરમિયાન અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ભગવાનની દયાથી મહંત કનીરામ બાપુનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો, પાલખીયાત્રા દરમિયાન હાથીની અંબાડીની છત્રી વીજતાર સાથે અડી ગઈ હતી.
જેના કારણે હાથીને કરંટ લાગ્યો હતો. અચાનક જ કરંટ લાગવાના કારણે હાથી દોડવા લાગ્યો હતો. જેના કારણે અંબાણી પર સવાર મહંત કનીરામ બાપુ અંબાડી ઉપરથી નીચે પડ્યા હતા. ભગવાનની દયાથી આ ઘટનામાં મહંત કનીરામ બાપુને કોઈપણ પ્રકારની ઇજા પહોંચી નથી.
કનીરામ બાપુને કોઈપણ ઈજા ન પહોંચતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વડવાળા ધામના મહંત કનીરામ બાપુની કડીના કાસ્વા ધામ ગોગા મહારાજના મંદિર સુધી એક ભવ્ય શોભા યાત્રા નીકળી હતી.
શોભા યાત્રામાં કનીરામબાપુ હાથીની અંબાડી ઉપર સવાર થયા હતા. આ દરમિયાન અંબાડીની છત્રી વિજતારને અડી ગઈ હતી. જેના કારણે હાથીને કરંટ લાગ્યો હતો અને હાથી અચાનક જ દોડવા લાગ્યો હતો. જેના કારણે હાથી પર સવાર કનીરામ બાપુ નીચે પડ્યા હતા. આ ઘટનામાં ભગવાનની દયાથી કોઈને પણ કંઈ થયું નથી.
હાથીની અંબાડી ઉપરથી નીચે પડી ગયા વડવાળા ધામના મહંત કનીરામ બાપુ, પછી તો કનીરામ બાપુ સાથે બન્યું કંઈક એવું કે…જુઓ ઘટનાનો વિડીયો pic.twitter.com/fepPL5Z3aI
— GUJJU ROCKZ (@gujju_rockz) October 13, 2022
આ બાબત વિશે કનીરામ બાપુને પૂછવામાં આવ્યું ત્યારે કનીરામ બાપુએ જણાવ્યું કે, મારા સમાજના વ્યક્તિઓને હું જણાવું છું કે મને કોઈ પણ પ્રકારની ઈજા કે કાંઈ થયું નથી. જે વડવાળા દેવની મોટી કૃપા છે. કોઈપણ પ્રકારની મારી ચિંતા કરતા નહીં અને ખોટી દોડાદોડી ન કરતા. હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment