ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ રહસ્યમય રીતે વડોદરાથી ગુમ, હરિહરાનંદ ભારતી બાપુએ કંટાળીને પગલું ભર્યું…જુઓ વિડિયો

હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો હરિહરાનંદ ભારતી અમદાવાદના સરખેજની ગાદીનો વિવાદને કારણે આશ્રમ છોડીને જાય છે એવું જાણવા મળ્યું છે, ત્યારે એ પણ જણાવી દઈએ કે કે જેમણે વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. હરિહરાનંદ ગુમ થયાની અરજી પરમેશ્વર ભારતી એ આપી હતી.

ત્યારે તેમણે જણાવ્યું હતું કે શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ તારીખ 30 એપ્રિલ 2012ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ અમારા આશ્રમ કેવડિયા થી સિવિલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ ડો.રવિન્દ્ર લોઢા ની હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ જ્યારે તેઓ વડોદરા આવતા હતા ત્યારે એક સેવક રાકેશભાઈ રસિકભાઈ ડોડીયા ને ત્યાં રાત્રિભોજન પણ કર્યું હતું.

ત્યારબાદ રાકેશભાઈ ને 9 વાગ્યાની આસપાસ કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળું ભારતી પાસે જવાનું કહીને નીકળી ગયા હતા. અનેકો જાણ મળવાની સાથે જ્યારે કાળુ ભારતીને ફોન કરીને પૂછવામાં આવ્યું ત્યારે તેની હરિહરાનંદ તેમને મળ્યા જ નથી એવું જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ બાપુને કપુરાઈ ચેકપોસ્ટ પાસે કારમાંથી ઉતર્યા હતા બાદ બાપુ ક્યાં ગયા તેની કોઈ ભાળ મળી નથી.

હાલ તો તમે સોશિયલ મીડિયા પર હરિહરાનંદજી બાપુનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતીય આશ્રમ સરખેજ નો ખૂબ વિવાદ થયો હતો એક વર્ષ થયું મારા ગુરુ ભારતીબાપુ બ્રહ્મલીન થયા. પરંતુ હજી પણ તેનો સતત વિવાદ ચાલી રહ્યો છે મારી પાસેથી આશ્રમ માગે છે વીલ મારા નામે છે અને મારી સામે ફ્રોડ વીલ બનાવ્યા છે અને મને ખૂબ જ દબાણ કરવામાં આવ્યો છે.

આવી બધો વાતો જણાવીને અને છેવટે કંટાળીને બધાને છોડીને જવાનું નક્કી કર્યું. જ્યારે પણ વડોદરા પોલીસે આ અરજી નોંધી ત્યાર બાદ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો અંગે કોઈ પણ જાણવા મળી નથી અને વહેલી તકે તપાસ કરીશું એવું વડોદરાના DCP zone 3 હરપાલ જગ્યાએ જણાવ્યું.

એટલું જ નહીં પરંતુ મહાદેવ બાપુ કે જેઓ હરિહરાનંદ બાપુની ગુમ થયાની ચિંતામાં જણાઈ રહ્યા છે, ત્યારે તેઓ કહી રહ્યા છે કે અમારે તો પૂરું થાય છે અમારી કોર્ટ મેટર ચાલે છે એ યથાવત જ છે પરંતુ હાલ અમારા કોઈના ફોન ઉપાડતા નથી અને અમને પણ તેના વિશે કંઈ ખબર નથી અને છેલ્લી તકે કંટાળીને ગયેલા હરિહરાનંદ બાપુને શોધખોળ વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*