ભાવનગર જિલ્લાના મહુવામાં અજાણ્યા વ્યક્તિ દ્વારા કાપડની દુકાન ધરાવતા વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:01 pm, Tue, 3 May 22

ભાવનગર જિલ્લાના મહુવામાં એક યુવાનનો અજાણ્યા વ્યક્તિ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવાન મહુવામાં કાપડની દુકાન ધરાવતા હતા.

મૃત્યુ પામેલા યુવાનની ઉમર 42 વરસની હતી અને તેમનું નામ જગદીશભાઈ ભગવાનમલ લાલવાણી હતું. તેઓ મહુવામાં શાસ્ત્રી વસાહત આગળ સોસાયટીમાં રહેતા અને ગાંધી બાળક સર્કલ નજીક ભાસ્કર કોમ્પલેક્ષમાં ઓમ સિલિકોન નામની કાપડની દુકાન ધરાવતા હતા.

મળતી માહિતી અનુસાર ભાસ્કર કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં કાચના ઢગલા પર એક વ્યક્તિનું મૃતદેહ પડેલું છે તેવી માહિતી પોલીસને મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર કોઇ અજાણ્યા વ્યક્તિએ જગદીશભાઈના માથામાં ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરીને તેમનો જીવ લઇ લીધો હતો.

હાલમાં પ્રાથમિક તપાસમાં આ ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસે મૃત્યુ પામેલા જગદીશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું. જગદીશભાઈ ના મૃત્યુના કારણે બે દીકરીઓ પિતા વગરની થઈ ગઈ છે. જગદીશભાઈ નો જીવ કયા કારણોસર લઈ લેવામાં આવ્યો અને અજાણી વ્યક્તિ કોણ છે તેને લઈને પોલીસ હાલમાં શોધખોળ કરી રહી છે.

જગદીશભાઈના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જગદીશભાઈનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ રાત્રે ગાંધી બાગમાં કાપડ બજારના વહેપારીઓએ ભોજનનો કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં પણ જગદીશભાઈ ગેરહાજર રહ્યા હતા. હાલમાં તે ચર્ચાનો વિષય બન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગર જિલ્લાના મહુવામાં અજાણ્યા વ્યક્તિ દ્વારા કાપડની દુકાન ધરાવતા વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*