આજથી 2024ની શરૂઆત થઈ ગઈ છે. 2024 ના પહેલા જ દિવસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે LPG સિલેન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે LGP સિલિન્ડર ના નવા રેટ જાહેર કર્યા છે.
જાણવા મળી રહ્યું છે કે ઘરેલુ એલપીજી સિલેન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 1.50 રૂપિયાથી લઈને 4.50 રૂપિયાનો નજીવો ઘટાડો કર્યો છે. આપેલા કોમર્શિયલ સિલિન્ડરમાં 22 ડિસેમ્બરના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી રસોડામાં વપરાતા 14 કિલોના ગેસ સિલિન્ડરમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કે વધારો કરવામાં આવ્યો નથી. વાત કરીએ તો ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 30 ઓગસ્ટના રોજ ઘટાડવામાં આવ્યો હતો. પછી તેના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment