હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેના કારણે પ્રેમિકાનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આરોપી પ્રેમીનું નામ ગૌરવ છે. તેને પોતાની પ્રેમિકાને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. ત્યારબાદ નીચે ભેગા થયેલા લોકોને ગૌરવ કહે છે કે હું તેનો ભાઈ છું.
એમ કહીને ગૌરવ પોતાની પ્રેમિકાનું મૃતદેહ કારમાં લઈને આખા શહેરમાં ફરે છે. ગૌરવના પ્લાન મુજબ પ્રેમિકાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાના હતા. પરંતુ તે અંતિમ સંસ્કાર કરે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના નોઈડામાં બની હતી. મળતી માહિતી અનુસાર હોશિયારપુર ગામની 22 વર્ષની શીતલ શર્મામાં નામની યુવતી બજારમાં એક વીમા કંપનીમાં કામ કરતી હતી.
ગૌરવ પણ આ જ કંપનીમાં કામ કરતો હતો. ગૌરવ અને શીતલ બંને પાંચ વર્ષથી સાથે કામ કરતા હતા. આ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તેથી બંને હોશિયાર પૂરના બજારમાં એક બિલ્ડિંગમાં ફ્લેટ લીધો હતો. ત્યારબાદ બંને અહીં લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી ગૌરવ અને શીતલ વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા હતા.
શીતલ હવે ગૌરવ સાથે આખું જીવન વિતાવવા માગતી ન હતી. આ જોઈને ગૌરવ ખૂબ જ ચીડાઈ ગયો હતો. મંગળવારના રોજ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગૌરવે ફ્લેટના ત્રીજા માળેથી શીતલને નીચે ફેંકી દીધી હતી. શીતલ નીચે પડી ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
જ્યારે ગૌરવ નીચે આવ્યો ત્યારે તે લોકોએ ગૌરવની પૂછપરછ કરી હતી. ત્યારે ગૌરવ બધાને કહેવા લાગ્યો કે આ મારી બહેન છે એની સાથે અકસ્માત થયો છે. હવે હું તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું. આટલું કહીને ગૌરવ શીતલનું મૃતદેહ કારમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે. ત્યારબાદ તે કલાકો સુધી શહેરની અંદર કાર ચલાવે છે.
ત્યારબાદ ગૌરવે એક બનાવ્યો કે શીતલના મૃતદેહ બિજનૌર લઈ જઈશ અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરી નાખીશ. આ ઘટનાની જાણ થયા બાદ શીતલના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા પરિવાર જનોઈ જણાવ્યું કે, શીતલ અને ગૌરવ નામનો કોઈ ભાઈ જ નથી.
આ વાતની જાણ થતા જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ગૌરવની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે મેરઠના કાંકરાખેડા પાસે એમ્બ્યુલન્સમાં ગૌરવ શીતલના મૃતદેહ સાથે પકડાયો હતો. સમગ્ર ઘટનાને લઈને આરોપી ગૌતમે જણાવ્યું કે તેને શીતલ સાથે લગ્ન કર્યા હતા. પણ હવે તે મારી સાથે રહેવા માંગતી ન હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment