રવિવારના રોજ બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પ્રેમી અને પ્રેમિકાનું મૃતદેહ મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા પ્રેમીનું નામ શુભમ હતુ અને જ્યારે મૃત્યુ પામેલી પ્રેમિકાનું નામ સાક્ષી હતું. શુભમના માથાના ભાગે ગોળી વાગેલી હતી. જ્યારે સાક્ષી છાતીના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ચોકાવનારી ઘટના મેરઠમાંથી સામે આવી રહી છે.
મૃત્યુના 30 મિનિટ પહેલા પ્રેમી અને પ્રેમિકાએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર કેટલાક પ્રાઇવેટ ફોટા પોસ્ટ કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા શુભમની બહેને આરોપ લગાવ્યો છે કે, મૃતક સાક્ષીના ભાઈએ શુભમનો જીવ લીધો છે. મળતી માહિતી અનુસાર બંનેના પ્રાઇવેટ ફોટા વોટ્સએપ સ્ટેટસ પર મુકવામાં આવ્યા પછી ગામમાં કેટલીક વાતો થવા લાગી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
મૃત્યુ પામેલા શુભમની ઉંમર 19 વર્ષની હતી અને મૃત્યુ પામેલી સાક્ષીની ઉંમર 20 વર્ષની હતી અને બંને એકબીજાના પાડોશી હતા. બંનેના ઘર વચ્ચેનું અંતર 150 મીટર નું હતું. તેથી બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને બંને એક જ જ્ઞાતિના હતા. મળતી માહિતી અનુસાર બંનેના અફેર ની કહાની સાક્ષીના ભાઈની સ્કૂલમાંથી શરૂ થઈ હતી. સાક્ષીનો નાનો ભાઈ ધ્રુવ અને મૃત્યુ પામેલો શુભમ એક જ શાળામાં અને એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા.
જેથી શુભમ સાક્ષીના ઘરે અવરજવર કરવા લાગ્યો હતો. આ દરમિયાન સુભમ અને સાક્ષી વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. ધીમે ધીમે બંનેની આ મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. પછી બંને વોટ્સએપ અને સ્નેપચેટમાં વાતો કરવા લાગ્યા. ધીમે ધીમે બંને એકબીજાની ખૂબ જ નજીક આવવા લાગ્યા અને સાથે જીવવા અને મરવાના સોગંદ પણ લેવા લાગ્યા.
મળતી માહિતી અનુસાર પોલીસે બંનેના મોબાઈલ ચેક કર્યા ત્યારે મોબાઇલમાંથી કેટલીક ચેટિંગ અને કેટલાક પ્રાઇવેટ ફોટા મળ્યા હતા. શુભમ ના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના ઘરમાં શુભમનો મોટો ભાઈ અને પાંચ બહેનો છે. ભાઈ બહેનોમાં શુભમ ચોથા નંબરે હતો. શુભમ ના મોટાભાઈના લગ્ન થઈ ગયા છે. જ્યારે સાક્ષીના પરિવારમાં તેના માતા પિતા અને બે નાના ભાઈઓ છે. ભાઈ બહેનોમાં સૌથી સૌથી મોટી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના સાક્ષીના ઘરની અંદર બની હતી. સાક્ષીના ઘરમાં સોફા ઉપર શુભમનું મૃતદેહ મળ્યું હતું. જ્યારે નજીકમાં સાક્ષી બેભાન અવસ્થામાં પડેલી જોવા મળી હતી અને તેના છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ સાક્ષીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાક્ષી એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આટલું જ નહીં પરંતુ પોલીસને ઘટના સ્થળેથી એક ગેરકાયદેસર પિસ્તોલ પણ મળી આવી હતી. ગોળી કોને અને કેવી રીતે ચલાવી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ જીવ લેવાની ઘટના છે કે બંને સુસાઇડ કર્યો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંનેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે સાક્ષી અને શુભમ વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment