પટેલ પરિવારના ઘરે પહોંચ્યા ભગવાન જગન્નાથ…! આ વખતનું મામેરુ પટેલ પરિવાર કરશે, લગ્નની તૈયારીની જેમ મામેરાની તૈયારી કરી…

હાલ તો અષાઢી સુદ બીજ આવી રહી છે, ત્યારે ભગવાન જગન્નાથની યાત્રા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.એવામાં વાત કરીશું તો છેલ્લા બે મહિનાની ભગવાનના મામેરા માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી.હવે એ અષાઢી બીજ ની વાર નથી ત્યારે આ વખતે સરસપુરમાં મામેરાની તૈયારીઓ લગ્નની જેમ કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં પરંતુ ભગવાન આકર્ષણનું કેન્દ્ર બને એ રીતે ભગવાનના વાઘા અને દાગીનાની સજાવટ કરવામાં આવી રહી હતી. એવામાં એક પટેલ પરિવારની બે દીકરીઓ વૈદેહી અને રૂપા પટેલ તેમણે કહ્યું હતું કે તેમણે ભગવાનના મોસાળાના વાઘા અને દાગીના માટેની જેમ પોતે જ ઘરે તૈયાર કરે છે અને ભગવાનના મોસાળા ની તૈયારીઓ તો લગ્નની તૈયારીઓ ની જેમ જ કરવામાં આવી રહી હતી.

તેમણે વિસ્તૃતમાં કહ્યું કે દાગીનામાં ચંદનહાર હોય છે.તેમ ચંદનનાં હાર વગેરે સાથે બનાવવામાં આવ્યા છે. જાણે ગોકુળ મથુરા માં ભગવાન છે તેવી જ ફિલિંગ આવે એ રીતે આ વખતે ભગવાન જગતનાથ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બંને દીકરીઓ એ જ્વેલરી ડિઝાઇન નો કોર્સ કરેલો હોવાથી તેમને આ બાબતે વધુ જાણકારી હોય છે.

તેથી તેમણે જાતે જ ઘરે ભગવાન ના દાગીના અને ગૌશાળા ના વાઘા તેમજ થીમ વગેરે જાતે જ તૈયાર કર્યા અને ભગવાનને પ્રિય એવા મોર, કમર અને ગાય પર આખી ટીમ તૈયાર કરી છે, ત્યારે આ વખતે વાત કરીશું તો સરસપુરમાં જગત નાથ યાત્રા માટેની જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે.

ત્યારબાદ અમે તમને જણાવી દઈએ કે આ સરસપુર મંદિર ખાતે મામેરા ના દર્શન યોજાયા હતા અને સરસપુરમાં રહેવાસી અને હાલ આંબાવાડી ખાતેના એવા રાજેશભાઈ પટેલ દ્વારા મામેરુ કરવામાં આવ્યું છે.તેથી આ ભવ્ય શોભાયાત્રામાં લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે જોડાશે. એટલું જ નહીં પરંતુ આ વખતે આ શોભાયાત્રામાં વધારે શોભા લાવવા માટે બેન્ટવાજા, ઘોડા ગાડી બગી સાથે વાજતે-ગાજતે ભગવાનનું મોસાળું ભવ્ય રીતે રાજેશભાઈ પટેલના ઘરેથી નીકળશે.

આ વર્ષે મામેરાના દર્શનાર્થે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને સરસ પુરની મહિલાઓ અને પુરુષોએ મળીને કરતાલ વગાડીને ભજન ગાયા હતા. એટલું જ નહીં પરંતુ એ માહોલ ખૂબ જ ખુશનુમા બની ગયો હતો અને જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું હતું, ત્યારે આ મેળાના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*