સતત 11 દિવસથી ચાલી રહેલા “ફ્રી વીજળી” આંદોલનને બહોળી સંખ્યામાં ગુજરાતીઓનું મળ્યું જનસમર્થન : ઈશુદાન ગઢવી

Published on: 6:59 pm, Sat, 25 June 22

આપણે બધા જાણતા જ હશો કે આમ આદમી પાર્ટી દ્વારા ફ્રી વીજળી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ઈશુદાન ગઢવી ના કહેવા અનુસાર સમગ્ર ગુજરાતની જનતા આ આંદોલનને સમર્થન કરી રહી છે. આપને જણાવી દઇએ કે આંદોલનના આજરોજ 11 દિવસ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીના આંદોલનને લોકો દિલથી ટેકો આપી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં આ આંદોલન જોરશોરથી ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં આપણે તસવીરો જોયા જ હશે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અમદાવાદ શહેરના નારણપુરા, ન્યુ રાણીપ, સુરતના વરાછા, કતારગામ, ગાંધીનગર, જુનાગઢ, વડોદરા,ભરૂચ,ભાવનગર રાજકોટ, સાથે ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં પદયાત્રા,મસાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નું કહેવું છે કે સમગ્ર ગુજરાત મોંઘવારીથી દુષ્ટ છે અને તેમાં પણ વીજળીના ભાવોએ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે અને ગુજરાત રાજ્ય મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન કરે છે અને અનેક રાજ્યો અને વેચે છે તેમ છતાં આજે ગુજરાતની જનતા દેશની સૌથી મોંઘી વીજળી ખરીદવા માટે મજબૂર છે તેની પાછળ માત્ર કારણ છે ભાજપ અને ખાનગી કંપનીઓએ મળીને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કરેલ છે.

આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનને ઝડપી બનાવવા માટે વેબસાઈટ શરૂ કરવામાં આવી છે જેના પર લોકો નોંધણી કરાવી રહ્યા છે અને મફત વીજળી આંદોલનને સમર્થન આપી રહ્યા છે. Https://gujaratvijdikranti.com વેબસાઈટની મુલાકાત લઈને સમર્થન વ્યક્ત કરી શકે છે અને પાર્ટી દ્રારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.97002 97002 આ નંબર પર મિસ કોલ કરીને આંદોલન સાથે તમે પણ જોડાઈ શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સતત 11 દિવસથી ચાલી રહેલા “ફ્રી વીજળી” આંદોલનને બહોળી સંખ્યામાં ગુજરાતીઓનું મળ્યું જનસમર્થન : ઈશુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*