સુરતના સોલંકી પરિવારની એકતા તો જુઓ..! પરિવારમાં 81 લોકો રહે છે એક સાથે, પરિવારના 60 લોકો એક સાથે મતદાન કરવા આવ્યા ત્યારે બધા…

મિત્રો ગુજરાતનું સુરત શહેર હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં સુરતના એક પરિવારની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે. એક ડિસેમ્બર એટલે કે ગઈકાલને ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું. અંદાજે પેલા તબક્કામાં 60 ટકા જેટલું મતદાન થયું છે. સુરતમાં પણ સુરતવાસીઓએ મન મૂકીને મતદાન કરેલું છે. ત્યારે સુરત શહેરનું સોલંકી પરિવાર મતદાનમાં સૌ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

મિત્રો આજના જમાનામાં સંયુક્ત કુટુંબ ભાગ્યે જ જોવા મળતા હોય છે. પરંતુ સુરતમાં રહેતું સોલંકી પરિવાર બધાથી અલગ છે. મિત્રો આ પરિવારના 10-12 નહીં પરંતુ 81 લોકો એક સાથે ભેગા મળીને રહે છે. આ પરિવાર સૌ કોઈ લોકો માટે પ્રેમ, સંતુલન અને એકતાનું અદભુત ઉદાહરણ છે. પરિવારના 81 સભ્યો એક સાથે રહે છે છતાં પણ પરિવારમાં કોઈ દિવસ ઝઘડો થયો નથી. આ સોલંકી પરિવાર સુરતના કામરેજમાં રહે છે.

ગઈકાલે પરિવારના 60 સભ્યો મત આપવા માટે મતદાન કેન્દ્રએ પહોંચી ગયા હતા. સોલંકી પરિવારના મોભીનું નામ શામજીભાઈ છે અને તેમની ઉંમર 82 વર્ષની છે. જ્યારે એક જ પરિવારના 60 સભ્યો એક સાથે મતદાન કરવા માટે આવ્યા ત્યારે ત્યાં હાજર તમામ લોકો તેમને જોઈને ચોકી ઉઠ્યા હતા. પરિવારના મોભી શામજીભાઈના દીકરા નંદલાલભાઈ એ જણાવ્યું કે, તેઓ હંમેશા પરિવારના બધા સભ્યોને સાથે લઈને વોટ આપવા માટે જાય છે.

પરિવારના પાર્થ અને વેદાંત નામના બે યુવકો પ્રથમ વખત મતદાન કર્યું હતું. ગઈકાલે નવાગામ ચૂંટણી મથક પર પરિવારના 60 સભ્યો એક સાથે મતદાન કરવા માટે પહોંચીયા હતા. 1985 માં પરિવારના છ ભાઈઓ માંથી એક ભાઈ લાલજીભાઈ સોલંકી બોટાદ થી સુરત રહેવા માટે આવ્યા હતા. તેઓ સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતા હતા.

તેઓ પોતાના ભાઈઓ સાથે મળીને ખેતીવાડીને લગતા ઘણા સાધનો બનાવતા હતા. સમય આગળ વધતો ગયો તેમ તેમનું પરિવાર મોટું થઈ ગયું. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે આ સોલંકી પરિવારમાં કુલ 96 સભ્યો છે. જેમાંથી 15 સભ્યો ગામે રહે છે અને ઇક સભ્યો એક સાથે એક જ ઘરમાં કામરેજમાં રહે છે.

પરિવારના 60 સભ્યો એક સાથે મતદાન કરે છે અને લોકોને સંદેશો આપે છે તમારો કિંમતી વોટ જરૂર આપવા આવજો. હાલમાં આ પરિવારની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેબાજુ ચાલી રહી છે અને ઘણા લોકો તો પરિવારની એકતાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*