16 વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના કેમ્પસમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો, આ પગલું ભરતા પહેલા પોતાના હાથ ઉપર કંઈક એવું લખ્યું કે… વાંચીને તમે રડી પડશો…

Published on: 4:27 pm, Fri, 2 December 22

દેશમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં યુવાનો અથવા તો યુવતીઓ નાની-નાની બાબતમાં સુસાઇડ જેવુ મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે ધોરણ 12 માં ભણતા એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. ગળાફાંસો ખાધો તે પહેલા વિદ્યાર્થીએ પોતાના હાથ ઉપર સુસાઇડ નોટ લખી હતી.

વિદ્યાર્થીએ પોતાના હાથ ઉપર કંઈક એવું લખ્યું હતું કે વાંચીને માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. વિદ્યાર્થીના મૃતદેહને જોઈને તેના પિતા અને દાદા બેભાન થઈ ગયા હતા. આ ઘટના ઝુંઝુનુ જિલ્લાના ચિડાવામાં બની હતી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ કૃષ્ણકુમાર હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી. કૃષ્ણકુમાર એક ખાનગી શાળામાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

તે ચૌધરી કોલોની માં બનેલી એક ખાનગી હોસ્પિટલમાં રહેતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ હોસ્ટેલમાં 6 થી 7 વિદ્યાર્થીઓ રહે છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે લગભગ છ વાગ્યાની આસપાસ મોહિત નામનો વિદ્યાર્થી નાહવા માટે પાણી ગરમ કરવા માટે ગયો ત્યારે તેને કૃષ્ણનું મૃતદેહ હોસ્ટેલના કેમ્પસમાં ઝાડ પર લટકતી હાલતમાં જોયું હતું.

આ જોઈને તે ત્યાંથી ભાગ્યો હતો અને આ ઘટનાની જાણ હોસ્ટેલમાં રહેતા શિક્ષક પંકજભાઈ અને અન્ય વિદ્યાર્થીઓને કરી હતી. કૃષ્ણકુમાર ને ઝાડ ઉપર લટકતી હાલતમાં જોઈને બધા લોકોએ મળીને તેને ત્યાંથી નીચે ઉતારીયો હતો. ત્યારબાદ હોસ્ટેલના માલિકને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. હોસ્ટેલના માલિકે આ ઘટનાની જાણ કૃષ્ણના પરિવારજનો અને પોલીસને કરી હતી.

કૃષ્ણએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનાની જાણ થતા જ કૃષ્ણના પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. દીકરાનું મૃતદેહ જોઈને તેના પિતા અને દાદા ત્યાં જ બેભાન થઈ ગયા હતા. મૃત્યુ પામેલો કૃષ્ણ બે બહેનોનો એકનો એક ભાઈ હતો.

મળતી માહિતી અનુસાર કૃષ્ણના હાથ પર લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. તેને પોતાના હાથ પર લખ્યું હતું કે “પપ્પા મને માફ કરજો, લવ યુ મમ્મી, હું પાગલ થઈ ગયો હતો..” વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ હાલમાં કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "16 વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના કેમ્પસમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો, આ પગલું ભરતા પહેલા પોતાના હાથ ઉપર કંઈક એવું લખ્યું કે… વાંચીને તમે રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*