દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. જેના તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો પણ જોયા હશે. ત્યારે હાલમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને આખલાથી દાદીને બચાવવા ગયેલા નાના બાળકનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આ વિડીયો ઘણા સમય પહેલાનો છે. પરંતુ ફરી એક વખત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ મહિલા શાંતિથી શેરીમાં ચાલતી જોવા મળી રહે છે. આ દરમિયાન શેરીમાં ઉભેલો એક આંખનો અચાનક જ મહિલાઓ પર જીવલેણ પ્રહાર કરે છે.
આખલો વૃદ્ધ મહિલાને ઉછાળીને જમીન પર પટકી દે છે. આ દ્રશ્યો જોઈને શેરીમાંથી પસાર થતો બાળક દોડીને દાદીને બચાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન આખલો બાળકને પણ અડફેટમાં લે છે. જેના કારણે બાળક દીવાલ સાથે ભટકાઈને નીચે પડી જાય છે. આ સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થયેલો વિડિયો હરિયાણામાંથી સામે આવી રહ્યો છે. દાદી અને નાના બાળકને અડફેટેમાં લીધા બાદ બંને બુમાબુમ કરી હતી. જેના કારણે શેરીના અન્ય લોકો બહાર આવી નીકળ્યા હતા. આ દરમિયાન નાનો બાળક દાદીને ઉપાડીને આખલાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ આખલો ફરી એક વખત દાદી અને બાળકને અડફેટેમાં લે છે. જેના કારણે બંને દૂર જઈને જમીન પર પડ્યા હતા. આ દરમિયાન ઘટના સ્થળે હાજર અન્ય એક વ્યક્તિ આખલા ઉપર લાકડી વડે પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આખલાને પોતાની તરફ આવતો જોઈને તે વ્યક્તિ ત્યાંથી ભાગી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
हरियाणा के महेंद्रगढ़ में सांड ने पहले बुजुर्ग महिला को टक्कर मारी, उन्हें बचाने के लिए पोता आया तो उसे भी पटक दिया। कई बार दादी-पोते को टक्कर मार किया घायल। बड़ी मुश्किल से लोगों ने सांड को खदेड़कर बचाई दोनों की जान। @cmohry @JagranNews #StrayAnimal pic.twitter.com/RPgN0hoURo
— Amit Singh (@Join_AmitSingh) September 28, 2020
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો નાના બાળકની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. બાળકની હિંમત જોઈને તો લોકો વાહ વાહ કરી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Amit Singh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં છ લાખથી પણ વધારે લોકો એ જોયો છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment