દેશમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક રાજ્યોમાં કોરોના ના પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ દેશમાં અમુક એવા રાજ્યો છે ત્યાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તે માટે એવા રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે અમુક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
આસામમાં કોરોના ના કેસ સતત વધતા રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં લાગુ પડેલા પ્રતિબંધો વધુ એક અઠવાડિયા માટે વધારવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત ઉત્તરાખંડ સરકાર પણ કોરોના ના કારણે લાગુ પાડેલ કર્ફ્યુ ને 27 જુલાઈ સુધી વધારવા નો વિચાર કરી રહી છે.
ત્યારે ગુજરાતમાં આજથી સ્વિમિંગ પૂલ અને વોટરપાર્ક જેવા સ્થળો અને 60 ટકા લોકોની ક્ષમતા સાથે ખોલવાની છૂટ આપી છે. આ ઉપરાંત આશ્રમ અને આ સ્વાસ્થ્યમંત્રી કેશવ મહંતના કહ્યા મુજબ કોરોનાનુ સંક્રમણ રાજ્યમાં સતત વધુ હોવાના કારણે પાંચ જિલ્લાઓમાં લોકડાઉન યથાવત રહેશે.
આ પાંચ જિલ્લામાં ગોલાઘાટ, વિશ્વનાથ, જોરહાટ, સોનિતપૂર અને લખમીપૂરને 7 જૂલાઈ સુધી કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યા હતા. આ તમામ જિલ્લાઓમાં 24 કલાક સુધી કર્ફ્યુ રહેશે.
આ ઉપરાંત તમિલનાડુ મિઝોરમ ગોવા પોંડિચેરી ઓરિસ્સા ઝારખંડ હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હજુ પણ લોકડાઉન જેવા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. રાજ્યમાં સતત એસ વધવાના કારણે અહીંના લોકો ખૂબ જ હેરાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment