મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રયત્નો કરવા છતાં કેસમાં ઘટાડો થવાનું નામ લેતો નથી પરંતુ દિવસે ને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના ની બીજી તરંગ અનિયંત્રિત ગતિ મેળવી છે. કૉવિડ ટાસ્ક ફોર્સ રાજ્યમાં ફેલાતા ચેપને રોકવા માટે લોકડાઉન કરવાની ભલામણ કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમીક્ષા બેઠક બાદ કેટલા સમય માટે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા માટે સંમત થયા છે અને તેની તૈયારી નો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે લોકો નિયમોનું પાલન નહીં કરે તો તાળાબંધી થશે.
મહારાષ્ટ્ર સરકારે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગ અને કોવીડ ટાસ્ક ફોર્સ ના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એ નીદેશ આપ્યો છે.
કે જો લોકો કોરોના માર્ગદર્શિકા નું પાલન નહીં કરે તો લોકડાઉન જેવા પ્રતિબંધો માટે તૈયાર રહે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકો માર્ગદર્શિકાને ગંભીરતાથી લઈ રહ્યા નથી.
અને તેના કારણે કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેના કારણે લોકડાઉન જેવા પગલા પર વિચાર કરવો જરૂરી છે. નોંધનીય છે કે હાલના દિવસોમાં રાજ્યમાં કોરોના ના કેસો બેફામ વધારો થઈ રહ્યો છે.
અને રાજ્યમાં હાલમાં રોજના કેસોની સરેરાશ પાંચ હજારથી વધુ હતી જે વધુ થઈને હાલના દિવસોમાં ચાર ગણા થી પણ વધુ એટલે કે 36 હજાર જેટલી થઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment