અમદાવાદમાં ખેડૂત નેતાની ધરપકડ પર રાકેશ ટીકૈતે આપી ધમકી, કહ્યુ કે…

221

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે ચાર મહિના પૂર્ણ થવા પર શુક્રવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત નેતા ની ચાલુ કરો કોન્ફરન્સ દરમ્યાન ધરપકડ કરવામાં આવી હતી.

ખેડૂત યુનિયનના મહાસચિવ યુદ્ધ વીરસિંહ અમદાવાદમાં એક પ્રેસ-કોન્ફરન્સ ને સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી હતી.ખેડૂત આંદોલનનો મુખ્ય સૂત્રચાર રાકેશ ટીકૈત કહ્યુ છે કે.

યુદ્ધ વીરને છોડવામાં આવે નહિતર ખેડૂતો તમામ નેતાઓને નજર બંધ કરવાનું શરૂ કરશે. ખેડૂત પંચાયતમાં લોકોને સંબોધન કરતા રાકેશજી એ કહ્યું હતું કે જે લોકોની ધરપકડ થઈ છે અથવા તેમના પર કેસ કરવામાં આવ્યા છે.

તેમને છોડી મૂકવામાં આવે. સરકાર ને ઉદ્દેશીને જણાવ્યું કે, સરકાર સુધરી જાય નહીંતર લોકો નેતાઓને નજર બંધ કરવાનું શરૂ કરશે તો એમ પણ કહ્યું હતું કે, સરકાર એવી જગ્યાએ લોકડાઉન કરશે.

જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે પરંતુ સરકાર ની આ મનશા અમે સફળ નહીં થવા દઈએ.ખેડૂત અગ્રણી યુદ્ધ વીરસિંહની ધરપકડ મામલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની છપ્પનની છાતી પર ઘમંડ છે.

તેમને પૂર્ણ બહુમત સરકારનું ગુમાન છે. ખેડૂત નેતાની ધરપકડ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર ખેડૂતો થી કેટલી હદે ડરી રહી છે. યુદ્ધવીરસિંહની ધરપકડ બાદ રાકેશ ટીકૈત કહ્યુ હતુ કે, આ અસર ગુજરાત મોડેલ છે.

જેમાં અમે લોકોને બતાવવા માગીએ છીએ. દેશમાં આવી સ્થિતિ ક્યાંય નથી જે ગુજરાતમાં છે અમે લોકોને બતાવવા માગીએ છીએ. કારણ કે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં લોકોને ઉઠાવી લેવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!