નાનકડા એવા આર્યન ભગતે પોપટભાઈ વિશે કરી એવી સુંદર વાત કે…સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે…જુઓ વિડિયો

મિત્રો આપણા સૌનું જીવન સરખું હોતું નથી. કેટલાક લોકોનું જીવન ખૂબ જ સુખમય રીતે પસાર થતું હોય છે અથવા તો કેટલાક લોકોના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી ન હોય. આપણે શહેરમાં અનેક ગરીબ માણસોને જોયા હશે. જેમને કોઈપણ આશરો ન હોવાના કારણે તેઓ મજબૂરીમાં પોતાના દિવસો પસાર કરતા હોય છે. ત્યારે શહેરમાં કેટલાક એવા પણ લોકો હોય છે જેઓ ગરીબ માણસોની મદદ કરવામાં હંમેશા આગળ હોય છે.

આ લોકો ગરીબ માણસોની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમને મદદ કરતા હોય છે. એવા જ સુરતમાં રહેતા પોપટભાઈ જેવો ગરીબ માણસો માટે દેવદૂત બની ગયા છે. પોપટભાઈ અત્યાર સુધીમાં ઘણા ગરીબ લોકોના જીવનને સુધારી નાખ્યા હશે. પોપટભાઈને કોઈપણ જગ્યાએ જો કોઈ ગરીબ માણસ દેખાય તો પોપટભાઈ તેની મદદ કરીને તેમના દુઃખમય જીવનમાં સુખ ભરી દે છે.

આવા લોકોની મદદ કરવા માટે પોપટભાઈ સોશિયલ મીડિયા આશ્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને પોપટભાઈ આહીરના વખાણ કરતા જોયા હશે. પોપટભાઈ આહીરના કાર્યની વાતો હંમેશા ચારે બાજુ થતી જોવે છે.

મિત્રો તમે નાનકડા એવા આર્યન ભગતનું નામ જરૂર સાંભળ્યું હશે. આર્યન ભગત ખૂબ જ ટેલેન્ટેડ બાળક છે. ત્યારે આર્યન ભગતે પોપટભાઈ આહીરના કાર્યોના વખાણ કરતા એક ખૂબ જ સુંદર વાત કરી હતી. તો ચાલો જાણીએ આર્યન ભગતે પોપટભાઈ ના કાર્યો વિશે શું કહ્યું.

આર્યન ભગત પોપટભાઈ ફાઉન્ડેશન વિશે કહે છે કે, પોપટભાઈ આટલી બધી સેવા કરે છે તો આપણે તેમને મળવા જવું જોઈએ. આપણે પોપટભાઈ ને તેમનું કોઈ કાર્ય પણ કરી દેવું પડે. આર્યન ભગતે કહ્યું કે પોપટભાઈ એટલી બધી સેવા કરે છે તો આપણે પોપટભાઈ સાથે જોડાઈને તેમની સાથે સેવાનું કાર્ય કરવું જોઈએ. તેવી મારી બધાને વિનંતી છે.

 

View this post on Instagram

 

A post shared by Nareshbhai Ahir (@naresh_ahir02)

વધુમાં આર્યન ભગત એક સુંદર વાત કરતાં જણાવે છે કે, અત્યારના સમયમાં માણસોની સેવા કરવી બહુ જરૂરી છે, ગાયોની સેવા કરવી બહુ જરૂરી છે. હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ માણસોની અને ગાયોની સેવા કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*