મિત્રો તમે ગુજરાતના જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવીને તો જરૂર ઓળખતા હશો. કિર્તીદાન ગઢવીનું નામ માત્ર ભારતમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં ગુંજે છે. ત્યારે આજે અમે તમને કિર્તીદાન ગઢવીના જીવનની કેટલીક એવી વાતો કરવાના છીએ જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય.
મિત્રો તમને જણાવી દઈએ કે 1975ની સાલમાં કિર્તીદાન ગઢવીનો જન્મ મધ્ય ગુજરાતના આણંદના વાલવોદગામમાં થયો હતો. કિર્તીદાન ગઢવીના પિતાશ્રીનું નામ સ્વ.સમરત દાન ગઢવી હતું. તેઓ પણ એક લોક ગાયક હતા.
કિર્તીદાન ગઢવી ને બાળપણથી જ સંગીતનો શોખ હતો અને તેઓ શાળામાં સંગીતને લગતી કોઈપણ પ્રવૃત્તિ હોય ત્યારે તેમાં ભાગ લેતા હતા. તેમને સંગીતનો શોખ હોવાના કારણે તેમને વડોદરા યુનિવર્સિટીમાં સંગીતની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને પછી તેમને ખૂબ જ મહેનત કરી હતી.
પછી તો તેઓ ધીમે ધીમે સંગીત ક્ષેત્ર પર આગળ વધ્યા હતા. તેમને સૌપ્રથમ ગાવાનો મોકો પેટલાદના એક ગામમાં મળ્યો હતો. અહીંથી તેમને ગાવાનું શરૂ કરી દીધું હતું. કિર્તીદાન ગઢવીએ આ મુકામ સુધી પહોંચવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
કહેવાય છે કે કિર્તીદાન ગઢવીને પહેલા એક ડાયરામાં ગાવાના, 400 રૂપિયા મળતા હતા અને હવે એક ડાયરામાં ગાવા માટે કિર્તીદાન ગઢવી લાખો રૂપિયા લે છે.કિર્તીદાન ગઢવી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં મોટું નામ બની ગયું છે.
કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકો આવે છે. આટલું જ નહીં પરંતુ કિર્તીદાન ગઢવીને સ્પેશિયલ ગાવા માટે વિદેશ પણ બોલાવવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment