ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાની જેમ, આ કંપનીના માલિકે પણ દિવાળીના બોનસમાં પોતાના કર્મચારીઓને કાર અને બાઈક ભેટમાં આપી…જાણો વિગતવાર

મિત્રો આપણા સમાજ અને આપણા દેશમાં દિવાળીનું ઘણું બધું મહત્વ છે. તમને બધાને ખબર હશે કે દિવાળીનું વેકેશન પડે તે પહેલા મોટી મોટી કંપનીના શેઠિયાઓ અથવા તો માલિક પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપતા હોય છે. તમે સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાને તો જરૂર ઓળખતા હશો.

સવજીભાઈ ધોળકિયા એક સમયે દિવાળીના ગિફ્ટમાં પોતાના કર્મચારીઓને કારગિફ્ટ આપી હતી. ત્યારે સવજીભાઈ ધોળકિયાની જેમ જ તમિલનાડુમાં એક જ્વેલરી શોપના માલિકે ખુશ થઈને પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપ્યું છે. ચેન્નાઈ સ્થિત એક જ્વેલરી શોપના માલિકે રવિવારના રોજ દિવાળી ભેટમાં પોતાના કર્મચારીઓને કાર અને બાઇક ભેટમાં આપી છે.

જ્વેલરીની દુકાનના માલિક જયંતીલાલે કહ્યું કે, અમે અમારા 10 કર્મચારીઓને ગિફ્ટમાં કાર આપી છે અને જ્યારે 20 કર્મચારીઓને બાઈક ગિફ્ટ આપી છે. જયંતીલાલે પોતાના કર્મચારીઓના ખૂબ જ વખાણ પણ કર્યા છે. જયંતિલાલે કહ્યું કે કર્મચારીઓએ મારી સાથે સુખ અને દુઃખમાં કામ કર્યું છે.

ધંધામાં ઉતાર ચઢાવવા આવ્યા ત્યારે પણ તેમને વફાદારી બતાવીને મારી સાથે રહીને કામ કર્યું છે. આ ગિફ્ટ તેમના કામને પ્રોત્સાહન કરવા માટે છે. મળતી માહિતી અનુસાર દિવાળીના અવસર પર પોતાના કર્મચારીઓને ખુશ કરવા માટે જયંતિલાલે પોતાના કર્મચારીઓને કુલ 8 કાર અને 18 બાઈક ગિફ્ટ આપીને તેમના કામને પ્રોત્સાહન આપ્યું છે.

કર્મચારીઓને ગિફ્ટ આપવા માટે જયંતિલાલે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. દિવાળી પર આવું ગિફ્ટ મળતા જ કર્મચારીઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. કેટલાક કર્મચારીઓ તો ભાવુક થઈને રડી પડ્યા હતા. જયંતીલાલે કહ્યું કે, કર્મચારીઓના કામને પ્રોત્સાહન કરવા અને તેમના જીવનમાં કંઈક વિશેષ ઉમેરવાનું છે. તેમને મારી સાથે વ્યવસાયમાં ઉતાર ચઢાવવામાં કામ કર્યું છે અને મને નફો કમાવવામાં ખૂબ જ મદદ કરી છે.

તેઓ માત્ર કર્મચારી નહીં પરંતુ મારા પરિવાર છે. તેથી હું તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. હું તેમને સરપ્રાઈઝ આપીને મારા પરિવારની જેમ તેમને ટ્રીટ કરવા માંગતો હતો. હું ખૂબ જ ખુશ છું. દરેક કંપનીના માલિકને પોતાના સ્ટાફ અને કર્મચારીઓને ભેટ આપીને સન્માન આપવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*