આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા બનેલી ચકચારી ઘટનામાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ત્યારે એવી જ ઘટના અમુક મહિના પહેલા સૃષ્ટિ સૈયાની સાથે બની હતી. જેમાં આજે પણ તેમનો પરિવાર ન્યાય માંગી રહ્યો છે પરંતુ ન્યાય મળ્યો નથી. તે લોકોનું કહેવું છે કે ગ્રીષ્મા વેકરીયાને માત્ર 3 મહિનામાં જ ન્યાય મળી ગયો.
પરંતુ અમારી દીકરી સૃષ્ટિને આજે 14 મહિના થયા પણ હજુ પણ ન્યાય મળ્યો નથી તે એ વાતનું અમને સૌને દુઃખ છે. આ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના રાજકોટના જેતલસર ગામમાં ફેનીલ જેમ જ એક તરફી પ્રેમમાં પાગલ યુવક સૃષ્ટિ નામની દીકરીનો જીવ લઈ લીધો હતો.
આ ઘટનાને લઈને આજે 14 મહિના થયા પરંતુ હજુ પણ સૃષ્ટિના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. જેનો પરિવારમાં એ વાતને લઈને દુઃખ છે અને તેઓ પણ ન્યાય માટે માંગણી કરી રહ્યા છે. જ્યારે પણ આ ઘટના બની હતી ત્યારે રાજ્યોના નેતાઓ અને મંત્રીઓ પણ દીકરીના પરિવારને મળવા આવ્યા હતા.
અને આ ઘટનાને લઇને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પરિવાર આજે પણ માંગ કરી રહી છે. એટલું જ નહિ પરંતુ સી.આર.પાટીલ એ પણ કહ્યું હતું કે દીકરી સૃષ્ટિને જલ્દીથી જલ્દી ન્યાય મળશે અને આરોપીને જલદીમાં જલદી સજા થશે અને જેમ બને તેમ આ કેસને કોર્ટમાં જલ્દીથી ચલાવવામાં આવશે.
તે દીકરીનો જીવ લેનાર આરોપી જયેશ દીકરીના માતાનો પિતરાઈ ભાઈ થાય છે અને જેતલસરમાં કાર્ય કરે છે. હાલના યુવકો એક તરફી પ્રેમમાં પાગલ બનીને કંઈ પણ કરી બેસતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પરિવારમાં માતમ છવાઈ જાય છે.
ત્યારે આ પરિવારનું કહેવું છે કે સગા-સંબંધી હોવાને કારણે અવારનવાર જયેશ ઘરે પણ આવતો હતો. જેથી એ યુવતી પાછળ પડયો હતો અને તેનો પીછો પણ કરતો હતો. ત્યારે એક દિવસના પિતાએ એક વખત તેની ઘરેથી કાઢી મૂક્યો હતો. તેથી ગુસ્સામાં આવીને જયેશ આવું ક્રુર કૃત્ય કર્યું અને યુવતીની જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment