મિત્રો હજુ પણ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને અનેક જગ્યાએ તો ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી અનેક જગ્યાએ ભારે પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આવા વાતાવરણમાં વીજળી પડવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.
ત્યારે હાલમાં એક વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજળી પડતા જ બે લોકોના કરોડ મૃત્યુ નીપજ્યા છે. ડેડીયાપાડા તાલુકાની માલ ગામની સીમામાં 11 સપ્ટેમ્બર 2022ના રોજ બપોરના 2.30 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
માલ ગામની સીમાની નજીક આવેલા ખેતરમાં એક ઝૂંપડું છે. જ્યાં ખેતી કામ સમય વરસાદ આવતા આશરો લેવા માટે સાત જેટલા લોકો બેઠા હતા. આ દરમિયાન ઝૂંપડામાં જોરદાર વીજળીનો કડાકો પડ્યો હતો. વીજળી પડવાના કારણે બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા.
જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં 33 વર્ષીય દિનેશભાઈ અજમાભાઈ વસાવા અને 57 વર્ષીય બાજુબેન અમરસિંગભાઈ વસાવાનું મૃત્યુ નીપજ્યું છે. દિનેશભાઈ સામોટ ગામના રહેવાસી હતા અને બાજુ બેન માલા ગામના રહેવાસી હતા. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું અને આ ઉપરાંત બંનેના ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ ઉપરાંત દાતા તાલુકાના માણેકનાથ ડુંગરા વિસ્તારમાં રવિવારના રોજ એક વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક માલધારી યુવક સહિત 50 બકરીઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment