ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સંકટ વધ્યું છે. રાજ્યના ચાર મહાનગરો એટલે કે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પોઝિટિવ કેસો વધ્યા હતા પરંતુ હવે ગામડાઓમાં પણ કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મહામારીનો આકાર મચાવ્યો છે.
ત્યારે સૌરાષ્ટ્રના ગામડાના લોકોની મદદ કરવા માટે મૂળ સૌરાષ્ટ્રના અને સુરતમાં રહેતા યુવાનો દ્વારા એક અનોખું કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને યુવાનો સૌરાષ્ટ્ર તરફ પોતાના ગામના લોકોની સેવા કરવા માટે જઈ રહ્યા છે.
આ યુવાનોએ નક્કી કર્યું છે કે તેઓ આગામી સાત દિવસ સુધી સંક્રમિત ગામડાઓમાં જઇને મેડિકલ થી લઈને તમામ સુવિધાઓ પૂરી પાડશે અને તેઓ ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં તાત્કાલિક આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઊભી કરશે.
રિપોર્ટ અનુસાર સુરતના 500 જેટલા યુવાનોએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું છે. હવે આ યુવાનો સૌરાષ્ટ્રના ગામડાઓમાં જઇને લોકોની સારવાર આપશે.
ગામડાઓમાં જે રીતે વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સારવાર માટે આવી રહ્યા હતા અને.
એ જ કારણે સૌરાષ્ટ્ર અને સુરતમાં વસતા ઉદ્યોગપતિઓ અને યુવાનોએ સાથે મળીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં મેડિકલ થી લઈને તમામ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment