રાહુલ ગાંધીએ મોદી સરકાર ની ખોલી પોલ, કહ્યુ કે વિદેશથી મદદ ની ધોધ પણ મોદીએ ન આપી રાહત.

133

કોરોના વેક્સિન ની કિમતો બાદ તેના પર લગાવવામાં આવતા ટેકસ ને લઈને વિવાદ શરૂ થયો છે.ઓડિશા ના મુખ્યમંત્રી નવીન પટનાયકે શુક્રવારે નાણાં મંત્રી નિર્મલા સિતારમણ ચીઠ્ઠી લખીને વેક્સિન ની ખરીદી પર લગતા GST ને માફ કરવાની માંગણી કરી હતી.

ત્યારે હવે શનિવારે કોંગ્રેસ ના સાંસદ રાહુલ ગાંધીએ પણ વેક્સિન પર ટેકસની વસૂલતાને લઈને પ્રધાનમંત્રી મોદી પર સીધો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ માં લખ્યું હતું કે “જનતા ના પ્રાણ જાય પણ પીએમ ની ટેકસ વસૂલી ન જાય”.

આ ટ્વીટ સાથે તેમણે હેશ્ટેગ જીએસટી નો પણ ઉપયોગ કર્યો હતો.સરકારે વિદેશ થી આવતી કોરોના વેક્સિન પરનો જીએસટી હટાવી દીધા છે પરંતુ દેશની અંદર વેક્સિન ની ખરીદી પર હજુ પણ જીએસટી લેવાઈ રહો છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ની કોવીશિલ્ડ નો એક ડોઝ રાજ્યોને 300 રૂપિયા અને ભારત બાયોટેક ની કોવેક્સિનનો એક ડોઝ 400 રૂપિયામાં મળી રહો છે તેના પર અલગથી 5 ટકા જીએસટી લાગી રહો છે.

આમ રાજ્યોને કોવિશીલ્ડ નો એક ડોઝ 315 રૂપિયામાં અને કોવેક્સિન નો એક ડોઝ 420 રૂપિયામાં પડી રહો છે. આમ રાજ્યો પર વધારા ના ખર્ચ નું ભારણ વધી રહ્યુ છે.

આ કારણે અનેક રાજ્યો વેક્સિન પર લાગતા GST માં છૂટ ની માંગણી કરી રહ્યા છે જયારે કેન્દ્ર સરકાર બંને વેક્સિન નો એક ડોઝ 150 રૂપિયામાં મળી રહો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!