મિત્રો તમે સૌ કોઈ લોકો સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાને જરૂર ઓળખતા હશો. મિત્રો ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
ગોવિંદભાઈ ધોળકિયાની વાત કરીએ તો તેઓએ જીવનમાં ઘણા બધા સંઘર્ષ અને મહેનત કરીને આજે આ શિખર પર પહોંચી ગયા છે. તો આજે આપણે ગોવિંદભાઈ ધોળકિયાની ન સાંભળેલી કેટલીક વાતો વિશે વાત કરવાના છીએ.
ગોવિંદભાઈ ધોળકિયાનો જન્મ 1949 માં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં થયો હતો. તેઓ 7 સાત ભાઈ-બહેન હતા. બે બહેન અને પાંચ ભાઈઓ પૈકી ગોવિંદભાઈ ચોથા નંબરે છે.
ભૂતકાળમાં ગોવિંદભાઈ ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. ગોવિંદભાઈ ધોળકિયા ના ભણતર ની વાત કરીએ તો તેઓ માત્ર સાથ ચોપડી જ ભણેલા છે. કહેવાય છે કે ગોવિંદભાઈ ધોળકિયા નાના હતા. ત્યારે નાનું મોટું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.
1964 માં ગોવિંદભાઈ ધોળકિયા પોતાના મોટાભાઈ સાથે સુરત આવ્યા હતા અને અહીં હીરાપરા વિસ્તારમાં તેઓ એક હીરાના કારખાનામાં કામ પર બેઠા હતા. આ દરમિયાન તેમને મહિનાનો 103 રૂપિયા પગાર મળતો હતો. પછી 1970 માં ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના બે મિત્રો ભગવાનભાઈ અને વીરજીભાઈ સાથે ભાગીદારીમાં બે કારીગરો સાથે લઈને કારખાનું શરૂ કર્યું હતું.
ત્યારબાદ તેઓ ધીમે ધીમે આગળ વધતા ગયા અને આજે તેને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયાની ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટનું દેશ વિદેશમાં નામ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment