પ્રચંડ જ્વાળારૂપે અનિષ્ટનું ભક્ષણ કરે છે. અને સાથે માતૃરૂપ તેના ભક્તો નું રક્ષણ કરે છે. એ બીજું કોઈ નહીં પરંતુ એ તો મા ચંડી ચામુંડા છે. ત્યારે ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન એવા આદ્યશક્તિ નો રૂપ એટલે ભક્તોને ભય મુક્ત કરતો સ્વરૂપ. ત્યારે શક્તિપીઠો ની માહિતી અને ઇતિહાસ વિશે જાણવા માટે ભક્તો હંમેશા ઉત્સાહિત રહેતા હોય છે.
ત્યારે ચોટીલા ધામ ની વિશેષતા વિશે વાત કરીશું તો 51 શક્તિપીઠ માં સામે ન હોવા છતાં પણ શ્રદ્ધાળુઓને મન તો તેનો મહિમા શક્તિપીઠો તેથી પણ અઘરો છે તેનું કારણ મજા મુંડ હાજરાહજૂર બિરાજમાન છે અને માં ચામુંડ વાળા રૂપે અનિષ્ટનો ભક્ષણ કરે છે. ચોટીલા ધામ વિશે વાત કરીએ તો અમદાવાદથી લગભગ 180 કિ.મી ના અંતરે આવેલું છે જ્યારે રાજકોટથી લગભગ 46 કિલોમીટર જેટલું દૂર આવેલું છે.
આ ચોટીલા નગર ની નજીક પહોંચતા જ આપણને રળિયામણા ડુંગરો ના દર્શન થાય છે સમુદ્રની સપાટીથી ચોટીલા ડુંગર ની ઊંચાઈ લગભગ 1173 ફૂટ જેટલું જાણવા મળેલ છે અહીં શ્રદ્ધાળુઓ દર્શન માત્રથી માતાજીના આશીર્વાદ લે છે અને તેમના બધા જ દુઃખ અને ભક્તોનો ડુંગર ચઢવાનો થાક આ મંદિરના દર્શન થતાં જ ભુલાઈ જાય છે. જ્યારે આપણે પ્રાગટ્ય કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ . તો હજારો વર્ષો પહેલા આ ડુંગરપર માં ચામુંડા બિરાજમાન થયા હતા.
તેના ઇતિહાસ વિશે જણાવતા કહીશ કે દેવી ભાગવત અનુસાર અહીં ચંડ અને મુંડ નામના રાક્ષસ નો ખૂબ જ ત્રાસ હતો ત્યારે ઋષિમુનિઓ ભેગા મળીને આદ્યશક્તિ માં ની પ્રાર્થના અને પૂજા કરતા હતા ત્યારે અચાનકજ હવન કુંડ માંથી માં શક્તિએ એક રૂપ ધારણ કર્યો હતો અને ચંડ અને મુંડ ની સાથે યુદ્ધ કરીને માં આદ્યશક્તિ એ ચંડ અને મુંડ નો સંહાર કરી માં ચંડી અને મહાશક્તિ માં ચામુંડ કહેવાય ત્યારથી જ મા આદ્યશક્તિની માં ચામુંડા નામથી બિરાજમાન થયા.
અને રાક્ષસનો વધ કરી પછી ચામુંડા માતા ચોટીલા પર બિરાજમાન થયા અહીં વિશેષ પરંપરા છીએ કે સાંજની આરતી બાદ આહિર ડુંગર ઉપર રાત્રીના કોઈ રોકાતુ નથી ખાસ કરીને નવરાત્રી દરમિયાન પૂજારી સાથે માત્ર પાંચ ભક્તો ને જ માં ચામુંડા પરવાનગી આપી શકે આ ડુંગર ઉપર માતાજીના બે સ્વરૂપ એટલે કે ચંડ અને મુંડ એમ ચામુંડ બિરાજમાન છે ચામુંડ માં બે મુખ દેખાય છે અને તેમની છબી માં પણ તેમની મોટી આંખો, લાલ વસ્ત્રો અને રુદ્ર રૂપ ધારણ કર્યું છે.
તેમનું વાહન સિંહ છે અહીં પહેલા માત્ર એક ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા માટે તો પણ ભક્તો માં ચામુંડાના દર્શનાર્થી આવતા હતા. આશરે 155 વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબ ગીરી ગીરી ગીરી બાપુ પૂજા કરતા હતા હાલ તેમના વારસદારો વંશ પરંપરા રીતે યાત્રાળુઓ માટે કાર્ય કરતા રહે છે.
માં ચામુંડા ગોહિલ વાળો ના ગોહિલ દરબાર જુનાગઢ તરફના ગોહિલ પરમાર દરજી, પંચાલ સોલંકી ,ખાચર ખુમાણ ,કચ્છના રબારી, આહીર સમાજ ,મોરબીના સતવારા સમાજ, દિવ સોમનાથ વેરાવળ ના ખારવા સમાજ અને અન્ય સમાજના લોકો તેમની કુળદેવી તરીકે પુજે છે.
વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ એટલે કે મહા ચૈત્ર તથા આસો માસમાં ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પરથી એક અલગ જ નજારો જોવા મળે છે મહા કુંભમેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી એક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધ પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે ડુંગર ચડતા નજરે પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment