યુરોપમાં કોરોના મહામારી ને બીજી લહેર વધુને વધુ ગંભીર બની રહી છે અને તેને પહોંચી વળવા માટે કેટલાક યુરોપિયન દેશને આકરા પગલા લેવા પડ્યા છે. આ કવાયતમાં જર્મની માં કોરોના વાયરસનું સંક્રમણ વધતા આંશિક લોકડાઉન લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પાંબધીઓ હેઠળ રેસ્ટોરન્ટ, બાર, સિનેમાહોલ સમગ્ર મહિના દરમિયાન બંધ રહેશે. જયારે ફ્રાન્સમાં પણ કોરોનાવાયરસ ના કેસમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે.
આ દેશમાં પહેલા એક ડિસેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.જર્મનીમાં મહામારીને પહોંચી વળવા માટે ગત માર્ચમાં પ્રથમ વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે, બીજી વખત લોકડાઉન કોઈ ખાસ કડક નિયમો લાદવામાં આવ્યા નથી. પ્રથમ તબક્કામાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
અને આ વખતે શાળા,બિનજરૂરી કારોબાર, સલૂન ખોલવા પર પાબંધી લાદવામાં આવી છે.આ દેશમાં ગત શનિવારે પ્રથમ વખત કોરોનાના 19 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારના રોજ 12 હજારથી વધારે કેસ નોંધાયા હતા.
અત્યારસુધીમાં પાંચ લાખથી વધુ કોરોના કેસ મળી આવ્યા છે અને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment