ચમેલી તેલ
દર મંગળવાર કે શનિવારે હનુમાન જીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવું જોઈએ.હાર અને ફૂલો પણ અર્પણ કરવા જોઈએ. હનુમાનજીની સામે ચમેલી ના તેલનો દીવો પ્રગટાવવામાં આવતો નથી, પરંતુ તેમના શરીર ઉપર તેલ લગાવાય છે. આ કરવાથી તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
સરસવ તેલ
એક વાટકીમાં સરસવનું તેલ લો અને તેમાં તમારી છાયા જુઓ અને તેને શનિવારે સાંજે શનિદેવના મંદિરમાં રાખો. આ સિવાય તમે શનિદેવને અલગથી તેલ પણ આપી શકો છો. આ ઉપાયથી શનિદેવની કૃપા તમારા પર રહેશે.
તલ નું તેલ
પીલના ઝાડની નીચે તલના તેલનો દીવો 41 દિવસ સુધી સળગાવી રાખવાથી અસાધ્ય રોગોમાં ફાયદો થાય છે અને દર્દી સ્વસ્થ બને છે. સાધના અને સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો.
શારીરિક પીડા રાહત માટે
શનિવારે સવાકિલો બટાટા અને રીંગણાં નું શાક સરસવના તેલમાં બનાવો. સરસવના તેલમાં સમાન સંખ્યામાં પુરીઓ બનાવો અને તેને ગરીબ લોકોને ખવડાવો. જો તમે ઓછામાં ઓછા 3 શનિવારે આ કરો છો, તો પછી શારીરિક પીડા દૂર થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment