આખા દેશમાં હવામાન માં ઉતાર ચઢાવ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટ માં કહ્યું કે દેશમાં ફરી એકવાર પશ્ચિમી વિશોભ સક્રિય થઇ ગયું છે. જેના કારણે દેશના કેટલાંક રાજ્યોમાં આંધી તોફાનની આશંકા બની છે.
તેમને કહ્યું કે આગલા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ સહિત કેટલાંક રાજ્યોને વરસાદની આશંકા છે માટે હવામાન ખાતા એલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી એનસીઆર નું વાતાવરણ બદલાશે અને આગલા બે દિવસો સુધી દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. પાકિસ્તાન ઉપર એક ચક્રવાતિ સંકલન સક્રિય છે.
જેની અસર કાશ્મીર અને તેની નજીકના રાજ્યો પર થઇ રહી છે. અને આ કારણે ભારતના કેટલાક રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે.
જેમાં હિમાચલ પ્રદેશ, કાશ્મીર, ઉત્તરાખંડ,એમ પી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પણ જોરદાર વરસાદ ના અણસાર છે.
પશ્ચિમી વિષોભના કારણે દેશના કેટલાય વિસ્તારોમાં હવામાન પરિવર્તન સંભવ છે. આજથી લઈ આગલા ત્રણ દિવસ માટે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ જોરદાર રીતે વાદળો વરસી શકે છે માટે અહીં પણ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કર્ણાટક અને તમિલનાડુમાં પણ જોરદાર વરસાદ ના સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment