પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રીનું પદ સંભાળતા જ મમતા દીદી એક્શન મોડ માં, કરી નાખી આ મોટી કાર્યવાહી.

174

પશ્ચિમ બંગાળના ત્રીજી વાર મુખ્યમંત્રી પદ સંભાળવા ના થોડાક જ કલાકોમાં મમતા બેનરજીએ બુધવાર 29 ટોચના પોલીસ અધિકારીઓની બદલી કરી નાખે છે. તેમાંથી મોટાભાગની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે તેનાત કર્યા હતા.

તૃણમૂલ કોંગ્રેસ સુપ્રિમો ચૂંટણીપંચ દ્વારા હટાવવામાં આવેલા પોતાના વિશ્વાસુ અધિકારીઓને બીજીવાર તૈનાત કરતા કૂચબિહારના પોલીસ અધિક્ષક દેબાશિશ ધર ને સસ્પેન્ડ કરી દીધા છે.3

કુચ બિહારમાં શીતલ કુચી ક્ષેત્રમાં જ 10 એપ્રિલે એક મતદાન બૂથ પર રોકવા માટે સીઆઇએસએફ જવાનોના ફાયરિંગમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા.

આ ઘટનાની સીઆઈડી તપાસના આદેશ મમતા પહેલા જ આપી ચૂક્યા છે. મમતા દ્વારા પરત બોલાવવામાં આવેલા આઇપીએસ અધિકારીઓ માં સૌથી મહત્વનું નામ પોલીસ મહાનિદેશક વિરેન્દ્ર.

એડીજી કાયદો-વ્યવસ્થા જાવેદ શમીમ અને મહાનિર્દેશક સુરક્ષા વિવેક સહાયનું છે. ચૂંટણીપંચ દ્વારા વિરેન્દ્ર ની જગ્યાએ પોલીસ મહાનિદેશક બનાવવામાં આવેલ નીરજ નયન પાંડેને મહાનિદેશક ફાયર વિભાગના પદ પર મોકલવામાં આવ્યા છે.

વિવેક સહાયને પણ ચૂંટણી પંચે તે સમયે લાપરવાહીના આરોપમાં પદ પરથી હટાવી દીધા હતા જ્યારે પુરબા મેદિનીપુર જિલ્લામાં પ્રચાર દરમિયાન મમતા બેનર્જી દુર્ઘટનાનો શિકાર થઇ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!