રાજ્યના આ તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે મગફળીના પાકમાં મોટું નુકસાન, જાણો સમગ્ર અહેવાલ

310

ગુજરાત રાજ્યમાં આ વર્ષે વધુ વરસાદના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. અગાઉ પણ તલ,મગ સહિતના પાક નિષ્ફળ ગયા છે.જ્યારે ખેડૂતોની એક જ આશા સમાન મગફળીનો પાક હતો તે પણ વરસાદના કારણે નિષ્ફળ થઈ ગયો હોવાની માહિતી મળી રહે છે. આ વર્ષે કોરોનાને સાથે વરસાદ પણ ખૂબ જ ધોધમાર પડ્યો છે તે કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.

જિલ્લામાં આ વર્ષે મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું હતું. આ વર્ષે ધોધમાર વરસાદ પડવાના કારણે મગફળીનું ભારે નુકસાન થયું છે.બાબરા તાલુકાના પાનસડા ગામના એક ખેડૂત ની વાડી ના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

આ ગામે બે દિવસ પહેલા ખેડૂત દ્વારા મગફળી ઉપાડવા માં આવેલ હતી. જે ખેતરમાં મગફળી ના પાઠરા પડ્યા હતા ત્યારે ગઈકાલે બપોર બાદ વરસાદ પડવાથી તમામ પાઠરા પાણીમાં તણાઈ ગયા હતા.

બાબરા તાલુકાના અનેક ગામોમાં આવી ખરાબ પરિસ્થિતિ જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!