આજકાલ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન ની ઘટના ખૂબ જ બની રહે છે. ક્યારે ઉત્તરાખંડમાં વધુ એક ભૂસ્ખલન ની ઘટના સામે આવી છે આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ પાંચ લોકો કાટમાળ નીચે દબાયેલા છે.
મળતી માહિતી અનુસાર પિથોરાગઢ માં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન ની ઘટના બની હતી. આ ઉપરાંત બે દિવસ પહેલા પણ અહીં વાદળ ફાટ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ભારે વરસાદના કારણે જમ્મા ગામમાં ભૂસ્ખલન થયું હતું આ સમગ્ર ઘટનામાં સાત લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને રેસ્ક્યુ ટીમ રવાના થઈ. જ્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળમાંથી બે મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ ઘટનાને લઇને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ જિલ્લા પ્રશાસન રેસ્ક્યુ ઓપરેશનને ઝડપી કરવાના નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત ઉત્તરાખંડની વાત કરીએ તો રાષ્ટ્રીય હાઇવે સહિત 107 રસ્તા અને પુલ ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલન થી બંધ છે. ભૂસ્ખલનના કારણે રસ્તા પર મોટા મોટા પથ્થરો પડ્યા છે. જેના કારણે આ તમામ રસ્તાઓ બંધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment