આજકાલ ચોરીના અનેક બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે એક એવો જ બનાવ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સહજાનંદ એપાર્ટમેન્ટ માંથી સામે આવ્યો છે કે જ્યાં એક મહિલાના ઘરે બે ઠગ આવીને મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી ચાંદી ની વીટી ચકિત કરી આપતા મહિલાએ વિશ્વાસમાં આવીને સોનાની ચેન, બે સોનાના પાટલા અને મંગળસૂત્ર પણ કાઢી આપ્યા હતા જે લઈને તેઓ નાસી છૂટ્યા.
તેમણે કહ્યું કે એના ઉપર લાલ રંગનું કેમિકલ લગાવી મહિલાને તરત કૂકરમાં પાણી ગરમ કરી હળદર નાખી બે સીટી વગાડવા કહ્યું અને ભેજાબાજોએ એક કૂકરમાં સોનાના દાગીના નાખી દીધા હતા. એ ઉપરાંત પાંચ મિનિટ બાદ તેઓ હમણાં આવી એમ કહીને ફરાર થઈ ગયા હતા. એ દરમ્યાન જ્યારે એ મહિલાએ કુકર ખોલીને જોયું તો તેમાં પાંચ તોલા સોનું ગાયબ થઈ ગયું હતું.
જ્યારે એ મહિલાને ખબર પડી ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ અને શોકમાં મુકાઈ ગયા. જે મહિલાના દાગીના ચોરાયા એનું નામ પૂર્ણિમાબેન દવે હતું તેમણે જણાવતાં કહ્યું કે બે શખ્સો પૈકી એક બહાર ઉભો હતો અને તે નજર કરી રહ્યો હતો. અને બીજો મારી સાથે રસોડામાં ઉભો હતો એ વ્યક્તિ હું હમણાં આવું છું એમ કહીને ફટાફટ સરકી ગયો અને જ્યારે પૂર્ણિમાબેન ને શક ગયો ત્યારે તેમણે કુકર ખોલીને જોયું તો તેમાંથી ઘરેણાં ન હતા તેથી તેઓ ચોંકી ઊઠ્યા.
આ સમગ્ર વાત જણાવતા પૂર્ણિમાબેન એ કહ્યું કે મારું મંગળસૂત્ર છેલ્લા 33 વર્ષથી મારા ગળામાં પહેરી હતી.હું કોઈ દિવસ કાઢતી નથી અને કોઈ દિવસ કોઈના પર એવી રીતે વિશ્વાસ પણ કરતી ન હતી તેવામાં જ આ બે ઠગો એ આવીને મને છેતરી અને મારા સોનાના દાગીના લઇને ફરાર થઇ ગયા, ત્યારે તેમણે જણાવતાં કહ્યું કે સફેદ કલર વાળા શર્ટ પહેરીને બે લોકો આવ્યા હતા તેનો પીછો કરવાની પણ ઘણી કોશિશ કરી હતી પરંતુ તેઓ ના મળ્યા.
જ્યારે પૂર્ણિમાબેન ઘરમાં એકલા હતા અને તેમનો બધું જ ખોવાય ગયું તેમ પણ કહી શકાય ત્યારે તેમણે કહ્યું કે કોઈ દિવસ તમારો ઘર અજાણ્યા સામે ખોલશો નહીં અને કોઈના પર એવી રીતે વિશ્વાસ કરીને પોતાના ઘરેણા કાઢીને તેમને આપશો નહીં એવી મારી નમ્ર વિનંતી છે.આ બંને શખ્સોએ મહિલાને છે ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે એ લોકો હિન્દીમાં બોલતા હતા અને યુપીના હોવાનું જાણવા મળ્યું છે.
આ બંને શખ્સોએ લેન્થ શર્ટ પહેર્યો અને વાદળી કલરનું પેન્ટ પહેર્યું હતું. આ બંને શખ્સોએ રોયલ કાર્ડ પણ બતાવ્યું હતું તે દરમિયાન મહિલા ફોટો પણ પાડી લીધો હતો અને કાર્ડ પર સાઇન કરવાનું કહેતાં મહિલા એ સાઈન કરી ન હતી પરંતુ જે કાર્ડ નો ફોટો પાડ્યો હતો તે મહિલા પાસે એક પુરુષ તરીકે રહ્યો, ત્યારે તમે પણ આ મહિલાની જેમ છેતરાશો નહીં અને કોઇ પણ અજાણ્યા વ્યક્તિને ઘરમાં આવવા ન દેતા તેઓ ખાસ ધ્યાન રાખજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment