સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને મહિલાઓ સાથે બનતી ચેઇન સ્ક્રેચિંગની(Chain scratching) ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે આ આવી ઘટનાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.
આ ઘટનામાં લખનઉના ગોમતીનગરમાં એક વૃદ્ધ મહિલા સાથે ચેઇન સ્કેચિંગની ઘટના બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અહીં એક શેરીમાં શાંતિથી ચાલીને જતી વૃદ્ધ મહિલા પાસેથી એક યુવકે ચેઈન ખેંચી લીધો હતો અને પછી પોતાના સાથીદાર સાથે બાઈક પર ફરાર થઈ ગયો હતો.
બાઈક સવાર યુ ઓકે હેલ્મેટ પહેર્યું હતું જ્યારે પાછળ બેઠેલા યુવકે પોતાનો ચહેરો ઢાંક્યો ન હતો. મળતી માહિતી અનુસાર બાઈક સવાર યુવકો નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવ્યા હતા. આ ઘટના શુક્રવારના રોજ બની હતી, પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ આજરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી નજરે પડી રહે છે.
મહિલાની સામેથી એક યુવક જતો નજરે પડી રહ્યો છે. યુવકની પાછળ એક બાઈક છે અને બાઈક ચાલકે હેલ્મેટ પહેરેલું છે. ત્યાર પછી ચાલીને જતો યુવક મહિલાની સામેથી પસાર થાય છે. પછી અચાનક જ પાછળથી મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન આચકી લે છે અને બાઇકની પાછળ બેસીને ફરાર થઈ જાય છે.
મહિલાઓ આ વિડીયો જરૂર જોજો..! રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી મહિલા સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને હચમચી જશે… pic.twitter.com/qkB0yjJVQB
— GUJJU ROCKZ (@gujju_rockz) June 4, 2023
મહિલા કાંઈ સમજે તે પહેલા તો બંને બાઈક સવાર યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વૃદ્ધ મહિલાના દીકરાએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બદમાશો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment