સમગ્ર દેશભરમાં દિવસે અને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી એક મહિલા સાથે કંઈક એવું બન્યું કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ઘટનામાં બાઈક સવાર ત્રણ યુવકોએ રસ્તા પર ચાલીને જતી મહિલાના હાથમાંથી પર્સ લુટવાનો પ્રયાસ કર્યો હતો.
પર્સની લૂંટ કરવા દરમિયાન મહિલા રસ્તા ઉપર પડી ગઈ હતી. પરંતુ મહિલાએ પોતાનું પાર્સ છોડ્યું નહીં. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો વાયરલ થઇ રહેલો વિડિયો કોટાના ગુમાનપુરા બજારનો છે. આ ઘટના ગુરૂવારના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટનાને લઈને રેલવેના વાણિજ્ય વિભાગના ચીફ સુપરિન્ટેન્ડન્ટ કિશોર કપૂરે જણાવ્યું કે, તેની પત્ની સ્મૃતિ કપૂર અને તેની દીકરી પલક બંને સાથે બજારમાં ગયા હતા.
બંને પોતાની કાર ગુમનામપુરા વિસ્તારમાં મોદી હાઉસ પાસે પાર્ક કરી હતી. ત્યારબાદ બંને બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી. ખરીદી કરીને બંને ચાલીને કાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર સવાર ત્રણ યુવકોએ મારી પત્નીના હાથમાંથી વર્ષ છીનવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મારી પત્નીએ પર્સ મજબૂતાઈથી પકડી રાખ્યું હતું. જેના કારણે તે રોડ ઉપર પડી ગઈ હતી. આ ઘટનામાં તેના મોઢાના ભાગે અને હાથના ભાગે ઈજા પહોંચે છે.
મળતી માહિતી અનુસાર મહિલાની હિંમત જોઈને લુટેરાઓ પર્સ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડની બાજુમાં એક બાઈક ઊભેલી જોવા મળી રહે છે. આ બાઈક ઉપર ત્રણ યુવકો સવાર છે. ત્યારે રસ્તામાં સામેથી બે મહિલાઓ વાતચીત કરતી કરતી આવે છે.
મહિલાઓ જ્યારે બાઈક સવાર પાસે પહોંચે છે. ત્યારે બાઈક સવાર બાઈક ચાલુ કરે છે અને આ દરમિયાન બાઇકમાં પાછળ બેઠેલો યુવક મહિલાનું વર્ષ લૂંટવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન મહિલા મજબૂતાઈથી પોતાનું પર્સ પકડી રાખે છે અને બાઈક ચાલકની પાછળ દોડે છે. આ કારણોસર તેનું બેલેન્સ વિખરાઈ જાય છે અને તે રોડ પર પડે છે.
ઘરની બહાર નીકળતા પહેલા મહિલાઓ આ વિડીયો જરૂર જોજો..! રસ્તામાં આરામથી ચાલીને જતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે… જુઓ વાયરલ વિડિયો… pic.twitter.com/IXT1QwlN5j
— GUJJU ROCKZ (@gujju_rockz) January 27, 2023
પરંતુ મહિલા પોતાનું પર્સ બચાવી લે છે. ત્યારબાદ બાઇક ચાલો ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment