“લોકો વ્યાજખોરોનો ભોગ ન બને તેથી” સુરતના પરિવાર લગ્નની અનોખી કંકોત્રી છપાવી, લગ્નની કંકોત્રીની અંદર એવી એવી માહિતી આપી કે… વાંચીને તમે પણ પરિવારની વાહ વાહ કરશો…

Published on: 5:08 pm, Fri, 27 January 23

હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે છેલ્લા થોડાક સમયથી લગ્નની અનોખી કંકોત્રી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો વચ્ચે જાગૃતતા આવે એટલા માટે ઘણા લોકો કંકોત્રીમાં સમાજલક્ષી મેસેજ છપાવતા હોય છે. ત્યારે સુરતના પરમાર પરિવારની એક કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પરિવારે એવી કંકોત્રી બનાવડાવી છે કે વાંચીને તમે પણ પરિવારના વખાણ કરતા નહીં થાકો.

મિત્રો તમને બધાને ખબર હશે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી વ્યાજખોરોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક મધ્યમ વર્ગી પરિવારો આ વ્યાજના વિષચક્રનો ભોગ બનેલા છે. એટલું જ નહીં પરંતુ ગુજરાત પોલીસ પણ વ્યાજખોરિના વિષ ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરાવવા માટે મુહિમ ચલાવી રહે છે.

આ બધા વચ્ચે સુરતના પરમાર પરિવારે દીકરાના લગ્નની કંકોત્રીમાં કેટલીક મહત્વની માહિતીઓ ઉમેરી છે તથા વિવિધ બેન્કો જે ઓછા વ્યાજ દરે લોન આપે છે તેની વિશે પણ માહિતી આપી છે. આ ઉપરાંત વિવિધ લોન લેવા માટે જરૂરી પુરાવા તથા વ્યાજદરની માહિતી તથા બેંકોની માહિતી કંકોત્રીની અંદર છપાવવામાં આવી છે.

આ બધી માહિતીના કારણે લોકો ઉંચાવ વ્યાજ વાળી પ્રાઇવેટ લોન નહીં લે અને વ્યાજખોરોના વિષચક્રનો ભોગ પણ નહીં બને. સુરતના આ પરિવારની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની 12 તારીખના રોજ પરમાર પરિવારના દીકરા વિજય નાલગ્ન શ્વેતા નામની યુવતી સાથે થવાના છે. વિજય પરમાર પોતાના પરિવાર સાથે સુરતના કામરેજ વિસ્તારમાં રહે છે.

લોકોમાં લોનને લઈને જાગૃતતા આવે અને સમાજમાં કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ ન બને તે માટે વિજય પરમાર એ કંકોત્રીમાં વિવિધ બેંકો જે ઓછા વ્યાજ દરે લોન આપે છે તેની માહિતી છપાવડાવી છે. ઘણા લોકો એવા હોય છે જેઓ દેખાદેખીમાં ઘરના લગ્ન પ્રસંગમાં અનેક રૂપિયાનો ખોટો ખર્ચો કરી નાખતા હોય છે. ત્યારબાદ આવા પરિવારને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.

આવી પરિસ્થિતિનો વ્યાજખોરો લાભ ઉઠાવે છે અને આવા લોકોને ખૂબ જ ઊંચા વ્યાજના દરે પૈસા આપે છે. પછી છેવટે તો આવા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પરિવારને મરવાનો વારો આવતો હોય છે. અત્યાર સુધીમાં આવા વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવારો વિખરાઈ ગયા છે. આગામી સમયમાં આવી ઘટનાઓ ઓછી બને અને લોકોની વચ્ચે જાગૃતતા આવે તે માટે પરમાર પરિવારે પોતાના દીકરાની લગ્નની કંકોત્રીની અંદર લોન વિશે માહિતી છપાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“લોકો વ્યાજખોરોનો ભોગ ન બને તેથી” સુરતના પરિવાર લગ્નની અનોખી કંકોત્રી છપાવી, લગ્નની કંકોત્રીની અંદર એવી એવી માહિતી આપી કે… વાંચીને તમે પણ પરિવારની વાહ વાહ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*