ગઇકાલે બનેલી એક દૂર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 7 સેનાના જવાનો શહીદ થયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો છે. મળતી માહિતી અનુસાર લદાખના તુર્તક સેક્ટરમાં સેનાની ગાડી શ્યોક નદીમાં પડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટના બની ત્યારે અહીં સેનાના વાહનમાં 26 જેટલા જવાનો સવાર હતા. 26 જેટલા જવાનોની ટુકડી પરતાપુર હનીફ સબ સેક્ટરના ફોરવડ પોસ્ટ પર જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના લગભગ સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી.
મળતી માહિતી અનુસાર થોઈસેથી લગભગ 25 કિલોમીટર દૂર સેનાનું વાહન સ્લીપ થઈને શ્યોક નદીમાં 60 ફૂટ નીચે ખાબક્યું હતું. આ ઘટનામાં સેનાના 7 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, આ કારણોસર તેમના કરૂણ મૃત્યુ નિપજ્યા છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા સેનાના જવાનોને વાયુસેનાની મદદથી વેસ્ટર્ન કમાનની હોસ્પિટલ લઈ જવાયા રહ્યાં છે. કયા કારણોસર આ અકસ્માતની ઘટના બને તે અંગેની હજુ કોઈ પણ પ્રકારની ખાસ માહિતી મળી નથી અને આ વાતને લઈને સેના તરફથી હજુ કોઈ પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
આ સમગ્ર ઘટનાને લઇને ભારતીય સેનાનું કહેવું છે કે, ઇજાગ્રસ્ત થયેલા જવાનોને શ્રેષ્ઠ કક્ષાની સારવાર મળી રહે તે બાબતે સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સેનાના જવાનોને વાયુ સેનાની મદદથી હાઈ સેન્ટર રેફર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક સાથે 7 આર્મી જવાન શહીદ થતા ચારેબાજુ માતમ છવાઇ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment