ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળીયાએ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. વર્ષ 2017 માં બાવળિયા સમગ્ર ભારતમાં કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા. ત્રણ વર્ષ માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
2020 માં કોરોના સમયના લીધે 1 વર્ષ એક્સટેન્શન મળ્યું હતું. કોળી સમાજનું સંગઠન દેશના 17 રાજ્યોમાં ચાલે છે. સરકારના કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું.
અખિલ ભારતીય કોળી સમાજ એ કોળીઓની સામાજિક સંસ્થા છે. રાજ્ય અને દેશના કોળી આગેવાનો આ સંસ્થા સાથે સંકળાયેલા છે. સમાજમાં શિક્ષણ આરોગ્ય ખેતી જેવા મુદ્દાઓ ઉઠાવતી આ એક સંસ્થા છે.
ગુજરાત માં કોળી સમાજમાં આ સંસ્થાની છાપ ખૂબ જ સારી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે.
સરકારના કામકાજમાં વ્યસ્ત આને કારણે કોળી સમાજના પ્રમુખ પદેથી કુંવરજી બાવળીયાએ રાજીનામું આપ્યું છે તેવું કારણ અમને જાણવા મળ્યું છે. મંત્રી કુંવરજી બાવળિયા સંસ્થાના પ્રમુખ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment