ગુજરાતમાં ત્રીજી લહેરની આશંકાથી સરકારે કરી મોટી તૈયારી, રૂપાણી સરકારે કર્યું મોટું આ કાર્ય

Published on: 12:06 am, Mon, 2 August 21

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને બીજી લહેર માં તો ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજ્યના ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ, નર્સો અને હોસ્પિટલ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ એ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જનતાને કોરોના સામે સારવાર આપી છે.

ત્યારે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફની ભરતી મુદ્દે લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ ઉપરાંત ઘણા સમયથી મોટાભાગના સ્ટાફને આઉટ સોસિંગ દ્વારા લેવામાં આવતા હતા. જે બાદ કોરોના ની બીજી લહેર માં નર્સ દ્વારા આંદોલન એ વિરોધ કરવામાં પણ આવ્યો હતો.

આ ઉપરાંત નર્સ દ્વારા હડતાળ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે મળતી માહિતી મુજબ એક સાથે 3 હજાર જેટલા નર્સ સ્ટાફની ભરતી કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ભરતી નું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આગામી ૩ ઓગસ્ટના દિવસે તમામ જિલ્લા સ્તરે અસલી પ્રમાણપત્ર ની ખરાઈ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં દરરોજના કોરોના કેસની વાત કરીએ તો ગુજરાતમાં માત્ર 20 થી 25 નવા કેસ નોંધાઈ રહ્યા છે.

પરંતુ બીજી લહેર માં તો એક પણ હોસ્પિટલમાં દર્દીઓની જગ્યા માટે પડાપડી થતી હતી. આ ઉપરાંત હોસ્પિટલની બહાર દર્દીઓની લાંબી લાઇન લાગી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરને રોકવા માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.

ઉપરાંત આ ઉપરાંત નર્સ દ્વારા વારંવાર આંદોલન કરવાના કારણે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં આ ભરતી કરી છે. તેમજ 3000 નર્સિંગ સ્ટાફ ટૂંક સમયમાં જ સરકારી હોસ્પિટલમાં કાર્યરત બની જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં ત્રીજી લહેરની આશંકાથી સરકારે કરી મોટી તૈયારી, રૂપાણી સરકારે કર્યું મોટું આ કાર્ય"

Leave a comment

Your email address will not be published.


*