અમદાવાદ બાદ કોરોના નું હબ બનેલું સુરત માં એકદમ પોઝિટિવ સંખ્યામાં સતત વધારાના કારણે અગ્ર સચિવ મેડમે સુરત માં ધામા નાખા છે. સંક્રમણ ને અટકાવવા માટે મેડમ એક પછી એક મોટા મોટા નિર્ણયો લઈ રહિયા છે. આ નિર્ણયો માં પાનના ગલ્લા અને હીરા , ટેક્સટાઇલ બંધ કરવાનો મેડમે નિર્ણય લીધેલો છે.
કતારગામ અને વરાછા માં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ કરાવવાના આવતીકાલે સાત દિવસ પૂર્ણ થાય છે. ત્યારે ફરીથી લોકો ના ધંધા ચાલુ થઈ તે માટે આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી એ હીરા ઉદ્યોગના વડાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક માં નવી ગાઈડ લાઈન પ્રમાણે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલુ થઈ તેવા આગામી સમય નિર્ણય લેવાશે તેવી ભાઈશ્રી એ ખાતરી આપી છે.
વધારે માં આરોગ્યમંત્રી સાહેબે જણાવ્યું કે દરેક ધંધાદારી ને આ નવી ગાઈડ લાઈન નું પાલન કરવું પડશે. જો તે નિયમ નો ભંગ કરશે સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બાદ દંડ થશે. ગાઈડ લાઈન આવ્યા બાદ જ હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે.
Be the first to comment