પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. દરરોજ લાખો લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે. 15 જાન્યુઆરી સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મેનેજમેન્ટની ચર્ચાઓ દેશ-વિદેશમાં ચાલી રહી છે. અહીંનું મેનેજમેન્ટ વર્લ્ડમાં ફેમસ થઈ ગયું છે.
ત્યારે ગુજરાતના લોકગાયકા કિંજલ દવે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા. અહીંનું આયોજન જોઈને કિંજલ દવે અચંબીત થઈ ગયા હતા. 80,000 થી પણ વધારે હરિભક્તો દ્વારા અહીં કરવામાં આવી રહેલા આયોજનથી કિંજલ દવે ખૂબ જ પ્રભાવિત થયા હતા. અહીં કિંજલ દવે પ્રમુખસ્વામી મહારાજના આરદર્શોને યાદ કર્યા હતા અને સુરીલા અંદાજમાં એક ગીત પણ ગાયું હતું.
જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વધુમાં કિંજલ દવે એ વાત કરતા જણાવ્યું કે, પ્રમુખસ્વામી નગરનું આયોજન જોઈને એવું લાગી રહ્યું છે કે વિશ્વની સૌથી મોટી મેનેજમેન્ટની કંપની અહીં આયોજન કરી રહે છે. મને અહીં દરેક જગ્યાએ હરિભક્તોમાં બાપા પ્રત્યેનો સમર્પણ ભાવ જોવા મળ્યો છે.
કિંજલ દવે પોતાના પરિવાર સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા. અહીંનું વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટ જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને અહીંના મેનેજમેન્ટના મન મૂકીને વખાણ કર્યા હતા. આ અગાઉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી પણ અહીં મુલાકાતે આવ્યા હતા.
દિલીપ જોશી એ પણ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના આયોજનના મન મૂકીને વખાણ કર્યા હતા. તેમને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવવા માટે ખૂબ જ મોટા સ્કેલ પર આયોજન કરવામાં આવ્યું છે અને જેનું મેનેજમેન્ટ વર્લ્ડ ફેમસ છે. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ મોટા મોટા બિઝનેસમેન, મોટા મોટા નેતાઓ, કલાકારો અને ઘણા દિગ્ગજ લોકો મુલાકાતે આવે છે.
View this post on Instagram
આ તમામ લોકો અહીં આવીને અહીંના આયોજનના વખાણ કરે છે. અહીંના રસોડાના મેનેજમેન્ટના વખાણ થઈ રહ્યા છે. અહીંની સ્વામિનારાયણ ખીચડી અને પિઝાના વખાણ થઈ રહ્યા છે. આ ઉપરાંત અહીં કરવામાં આવતા અલગ-અલગ કાર્યક્રમના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. મિત્રો તમે શું પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે ગયા કે નહીં કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment