જૂન મહિનામાં ભારતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને આ પહેલા વાવાઝોડાની સીઝન ની શરૂઆત પણ થતી હોય છે અને ઉનાળામાં ભારે ગરમીની સાથે સાથે ચોમાસા પહેલા ઉત્તર હિંદ મહાસાગરમાં વાવાઝોડા સર્જાતા હોય છે
અને ઉત્તર હિંદ મહાસાગરમાં ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સર્જાય છે અને આ વાવાઝોડાની અસર ભારતના દરિયા કિનારાના પ્રદેશોને થાય છે.અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માર્ચ મહિનાથી જૂન અને ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી વાવાઝોડા સર્જાતા હોય છે
અને ચોમાસા દરમિયાન વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાતિ નથી અને અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાની સિદ્ધિ અસર ગુજરાતને થવાની શક્યતાઓ રહેલી છે અને આપણે બધાએ જોયેલું છે કે તોકતે અને બીપોરજોય એમ છેલ્લા બે વાવાઝોડા એ ગુજરાતના અનેક વિસ્તારોને ભારે અસર કરી હતી.
ચોમાસા પહેલા સિસ્ટમ એપ્રિલ મહિના કરતાં મે મહિનામાં ખૂબ જ સક્રિય હોય છે અને આ મહિના દરમિયાન સૌથી વધારે વાવાઝોડા સર્જાતા હોય છે. એપ્રિલ મહિનામાં અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડા હોય અને આ વાવાઝોડા મ્યાનમાર અને બાંગ્લાદેશને સૌથી વધારે અસર કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment