ગુજરાતી ની ઓળખ તેની રહેણીકહેણી પરથી ઓળખાઈ આવે છે, ખાસ કરીને ગુજરાતીમાં પોતાની કારમાં અને પોતાના કુળદેવી દેવતાઓનું નામ લખાવતા હોય છે. ખરેખર એ દરેક લોકોની શ્રદ્ધા છે, એક વાત જાણવા મળી છે કે મોગલ ધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મણીધર બાપુએ એક વાત જણાવી છે. શું કાર ઉપર માં મોગલ નું નામ લખવું એ યોગ્ય છે કે નહીં અને જુઓ ના લખતા હોય તો એ તો અતિ ઉત્તમ છે.
જો તમે લખતા હોય તો શું ધ્યાન રાખવું જોઈએ, એ પણ જણાવ્યું છે અને નામ શા માટે ના રાખવું જોઈએ તેના વિશે પણ બાપુએ સચોટ માહિતી આપી છે. એક વાત તો સત્ય છે કે, આપણે જેનું નામ લઈને જગત આખામાં ફરીએ છીએ તો આપણી એ ફરજ તો બને છે કે એ નામને ક્યારેય કાળો ડાઘો ના લાગવો જોઈએ.
બાપુએ પોતાના શબ્દમાં કહ્યું છે કે કાર ઉપર કે બીજા કોઈ અન્ય વાહનો પર માં મોગલ નું નામ લખતા હોય અથવા તમે કોઈ એવા આભૂષણ પહેરતા હોય જેમાં મોગલ માંનો ફોટો હોય કે માં મોગલ નું નામ લખેલું હોય તો તમારે કઈ વાતનું ધ્યાન રાખવુ જોઈએ. એ બાપુએ પોતાના શબ્દોમાં કહ્યું, આ શબ્દો તમને જરૂરથી સમજાય જશે તો ચાલો આપણે જાણીએ કે બાપુએ શું જણાવ્યું છે.
મણીધર બાપુ એ વાત કરતા જણાવ્યું હતું કે, તમે માં મોગલ નું નામ રાખો એમાં કોઈ વાંધો નથી. પરંતુ આ નામ લખવું ન જોઈએ, લોકો ગાડીની અંદર લખાવે છે કે મોગલ કૃપા અને ગાડીઓની અંદરથી ઘણી વખત દારૂની બોટલો પણ નીકળતી હોય છે. આ વસ્તુ તે લોકોએ ક્યારેય કરવી જોઈએ નહીં, આ બધી વસ્તુ ઘણી વખત ખૂબ જ તકલીફ આપે છે.
માં મોગલ નું નામ રાખો છો તો બીજી કઈ ખોટી વસ્તુ ન હોવી જોઈએ. જ્યારે કોઈ ગાડી લઈને જાય છે ત્યારે ગાડીને કોઈ રોકતું નથી અને પોલીસ અધિકારીઓ પણ કહે છે કે આ તો બાપુ ની ગાડી છે જવા દો. પરંતુ હું દરેક લોકોને કહું છું કે ગાડીમાં હું હોવ અથવા તો ના હોવ પણ ગાડી ચેક કરી લેવી જરૂરી છે.
માં મોગલ ની છબી પણ ગળાની અંદર પહેરતા હોય છે અને અમુક લોકો વીટી પણ પહેરતા હોય છે, તો અમુક નિયમો પણ પાળવા પડે તમે માતાજીની છબી વાળી વીંટી પહેરો તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ મોગલ મા ની વીંટી પહેરીને તમે રાત્રિના સમયે બે ગ્લાસ પેક મારો તો તે પણ ખૂબ જ ખોટી વાત છે. જો તમે નામ રાખો છો તો માંનું નામ ખરાબ થાય એવું કાર્ય કરવું જોઈએ નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment