કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો ચાર વર્ષ કે તેનાથી ઓછી વયના બાળકોને બેસાડ્યા હશે તો બાઈક ની સ્પીડ 40 કિમીની રાખવી પડશે અને બાળકોને ફરજિયાત હેલ્મેટ પહેરાવવુ પડશે.
મંત્રાલયે એક નોટિફિકેશન માં જણાવ્યું કે બાઈક ચાલક નવ મહિનાથી ચાર વર્ષ સુધીના બાળકોને મોટરસાયકલ ની પાછળ બેસાડ્યા હોય તો બાળકો ને ક્રેશ હેલ્મેટ પહેરવવુ પડશે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના થી બાળકોને કોઈ નુકસાન ન થાય.
મંત્રાલયના મુજબ ટુ વ્હીલરમાં મુસાફરી કરતી વખતે ચાર વર્ષ સુધીના બાળકોને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાશે. વધુમાં જણાવ્યું કે મોટરસાયકલના ડ્રાઈવરે બાળકને પોતાની સાથે જોડવા માટે સલામતી હાનર્સ નો ઉપયોગ કરવો આવશ્યક છે.
મંત્રાલય જણાવ્યું હતું કે બાળકના શરીરનો ઉપરનો ભાગ આ સલામતી હાનર્સ દ્વારા ડ્રાઇવર દ્વારા સલામત રીતે જોડાયેલો છે.સેફ્ટી હારનેસ એક પ્રકારનું રક્ષણાત્મક ઉપકરણ છે જે વપરાશકર્તાને ઇજા અથવા મૃત્યુથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. વર્લ્ડ બેંકના 2018 ના રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ 1.5 મિલિયન લોકો માર્યા ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment