રાજ્યના લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ નો વ્યાપ વધે તેમજ હર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારે અનેક પગલાં લીધાં છે.તેઓએ ફિલ્ડ મેડિકલ કોલેજ આપવા અંગેની રાજ્ય સરકારની નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મેડિકલ કમિશન દ્વારા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં આવેલ ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે મેડિકલ કોલેજ થાપણ માટે કરવામાં આવી હતી અને આ દરખાસ્તને ભરૂચ ખાતે.
નવી મેડિકલ કોલેજનો સ્થાપવા માટે કેન્દ્ર સરકારે 150 બેઠકો સાથે મંજૂરી આપી દીધી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, આ કોલેજ બી.બી.એસ ની 150 બેઠકો મેળવવા અને દર્દીઓને વધુ સારી સુવિધા અને તે માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતા ભરૂચ ખાતે આ નવી કોલેજ કાર્યરત થશે.
અહીંયા હોસ્પિટલ નું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ મુજબ સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે 300 પથારી ની સુવિધા ઉપલબ્ધ બનશે.
આ કોલેજમાં પ્રથમ વર્ષે 150 બેઠકો પર વિદ્યાર્થીઓને મેડિકલમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment