રાજ્યમાં વરસાદને લઈને જાણો હવામાન વિભાગની આ ખાસ આગાહી

નવરાત્રિના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે મેઘરાજા વરસી રહ્યા છે.હવામાન વિભાગના મત પ્રમાણે સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ત્રીજા દિવસે અડધા થી સવા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય હળવા વરસાદ તેમજ ત્યારબાદ બાદના દિવસોમાં નહિવત વરસાદ ની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે 21 અને 22 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની આગાહી વચ્ચે હાલ ખેતરોમાં પાક તૈયાર થઇ ગયો હોવાથી ખેડૂતોને નુકશાનની ભીતિ છે.સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે બે જિલ્લામાં 77 વીજ થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે. આ વર્ષે વરસાદ વધારે છે.

કચ્છમાં ખેતીવાડીના 9 ફીડર બંધ થઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ પડી રહ્યો છે. પોરબંદર પંથકમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા.

પોરબંદર જિલ્લામાં 56 વીજ થાંભલા તૂટી પડ્યા છે જયારે જામનગરમાં 21 થાંભલો જમીનદોસ્ત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!