સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ઝટકો લાગ્યો છે.કોર્પોરેશન ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીની લઇ નારાજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
ખેડાવાલાએ ખાડિયાના ધારાસભ્ય પદેથી પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું છે.ઈમરાન ખેડાવાલાએ કહ્યુ કે,વધારાના બે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવામાં આવશે તો હું રાજીનામું પરત લઈશ.
મારો વિરોધ માત્ર બહેરામપુરા વોર્ડ પૂરતો જ છે.મહાનગર પાલિકાના ચૂંટણી માટે બહેરામપુરા વોર્ડમાં તસ્લીમ તિમર્જી.અને નજમાં રંગરેઝને ટિકિટ આપતા ખેડાવાલા નારાજ થયા હતા અને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
કોંગ્રેસ બહેરામપુરામાં છ ઉમેદવારોને મેન્ડેડ આપ્યા છે.ગુજરાત રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે ભાજપ ઉપરાંત અન્ય પક્ષો પણ ચૂંટણીને લઈને.
તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના પ્રચારની શરૂઆત દરમિયાન ભાજપ ઉપરાંત અન્ય પક્ષના નેતાઓ કોરોના મહામારીને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
નોંધ: વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment