મિત્રો ગુજરાતમાં હાલમાં એક વ્યક્તિનું નામ ખૂબ જ ચર્ચામાં છે. આ વ્યક્તિ એટલે કે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા. થોડા દિવસો પહેલા TRB સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ મોટી સંખ્યામાં લોકો એડવોકેટ મેહુલ બોધરાના સમર્થનમાં રોડ ઉપર ઉતરી આવ્યા હતા.
હાલમાં આખા ગુજરાતમાંથી એડવોકેટ મેહુલ બોધરાને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. ચારે બાજુ સોશિયલ મીડિયામાં મેહુલ બોઘરાનું નામ ચર્ચાનો વિષય બની ગયું છે. ત્યારે દિવ્ય ભાસ્કર સાથે મેહુલ બોઘરાએ વાતચીત કરતા, તેમના બાળપણથી લઈને તેમના વિઝન અંગેની વાતો જણાવી હતી.
મેહુલ બોઘરાનો જન્મ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો. ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા મેહુલ બોઘરાના પરિવારમાં તેમની પત્ની ક્રિષ્નાબેન, તેમના પિતા મનસુખભાઈ, તેમના માતા શારદાબેન અને ભાઈ મનોજ છે. તેઓ પોતાના પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે.
મળતી માહિતી અનુસાર મેહુલ બોઘરાના પિતા મનસુખભાઈ પરિવાર સાથે 2002ના વર્ષમાં ગામડેથી સુરત રહેવા આવ્યા હતા. મેહુલ બોઘરાએ પોતાના બાળપણના સંઘર્ષ અંગે વાતચીત કરતા જણાવ્યું કે, માતા-પિતા ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, સંઘર્ષ અને શક્તિ તે મેં મારા માતા-પિતા પાસેથી શીખી છે. મેહુલ બોઘરા એ જણાવ્યું કે, જ્યારે હું બે-ત્રણ વર્ષનો હતો ત્યારે મને ન્યુમોનિયા થયો હતો. આ એક ખૂબ જ ગંભીર બીમારી કહેવાય છે.
તેનો ઈલાજ કરવા માટે ₹500 ની જરૂર હતી. ત્યારે મારા માતા-પિતા પાસે 500 રૂપિયા પણ ન હતા. મારા માતા પિતાએ ગામમાં રખડીને 500 રૂપિયા એકઠા કર્યા હતા અને મારો ઈલાજ કરાવ્યો હતો. હું સંઘર્ષ ત્યાંથી શીખ્યો છું. ન્યુમોનિયા થયો ત્યારે મને 46 જેટલા ઇન્જેક્શન લગાડ્યા હતા. આટલો સંઘર્ષ અને શક્તિ ત્યાંથી આવી છે.
મેહુલ બોઘરા એ વધુમાં જણાવ્યું કે, જ્યારે હું ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારા ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ જોઈને મને થયું કે આમ તો બહુ મજા આવે. કાંઈક સંઘર્ષ કરો કે કંઈક બનો તો કેવું સ્વાગત થાય છે. સમાજમાં સારો સંદેશો જાય છે. ત્યારથી નક્કી કર્યું હતું કે જજ બનવું છે, પરંતુ વકીલ બનીને ફિલ્ડમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે દેશમાં પ્રશ્ન બહુ બધા છે.
દેશમાં બેસવાનો બહુ છે, ભ્રષ્ટાચાર બહુ છે, સત્તાનો દુરુપયોગ કરનાર ઘણા છે. મેહુલ બોઘરાએ વધુમાં જણાવ્યું કે, આ તમામ લોકો સામે અવાજ ઉઠાવો હોય તો જજ બનીને તો હું દાયરામાં આવી જઈશ અને આ શક્ય નથી. મેહુલ બોઘરાએ જણાવ્યું કે, બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવો પડશે. આ અવાજ ઉઠાવવા માટે રસ્તા પર ઉતરવું પડશે તથા આ અવાજ કોટ સુધી પહોંચાડવો પડશે. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે હું વકીલ જ રહીશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment