યમરાજ બન્યો પતિ…! પ્લેટફોર્મ પર સુઈ રહેલી પત્નીને જગાડીને ટ્રેનની સામે ફેંકી દીધી… ત્યારબાદ બે બાળકોને… જુઓ ઘટનાનો વિડીયો…

Published on: 11:03 am, Thu, 25 August 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવક રેલ્વે પ્લેટફોર્મ પર ઊંઘી રહેલી પોતાની પત્નીને જગાડીને ટ્રેનની સામે ફેંકી દે છે. આ ઘટનામાં 30 વર્ષે મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ યુવક પોતાના બે બાળકોને લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.

આ સમગ્ર ઘટના રેલવે પ્લોટ ફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રુવાટા ઉભા કરી દેનારી આ ઘટના મુંબઈના પાલઘર જિલ્લામાં બની હતી. સોમવારના રોજ પાલઘર જિલ્લાના વસઈ રોડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર એક યુવક પોતાની પત્ની અને બાળકો સાથે આવ્યો હતો.

સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, પ્લેટફોર્મ પર એક યુવક આટાફેરા મારતો દેખાઈ રહ્યો છે. યુવક પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેનની રાહ જોઈને બેઠો છે.

જ્યારે ટ્રેન પ્લેટફોર્મની નજીક આવે છે. ત્યારે યુવક પ્લેટફોર્મ પર સુઈ રહેલી પોતાની પત્નીને જગાડે છે. તે પોતાની પત્ની સાથે પ્લેટફોર્મ પર થોડીક વાર ઉભો રહે છે. ટ્રેન જ્યારે નજીક આવે છે. ત્યારે તે પોતાની પત્નીને ટ્રેનની સામે ફેકી દે છે. આ ઘટનામાં 30 વર્ષે મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારબાદ આરોપી પોતાના બે બાળકો સાથે સામાન્ય લઈને પ્લેટફોર્મ પરથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના ફ્લેટ ફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સામે આવતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલમાં આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યમરાજ બન્યો પતિ…! પ્લેટફોર્મ પર સુઈ રહેલી પત્નીને જગાડીને ટ્રેનની સામે ફેંકી દીધી… ત્યારબાદ બે બાળકોને… જુઓ ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*