હોળીની પ્રદક્ષિણા ફરતા કિશન ભરવાડનો વીડિયો થયો વાયરલ – જુઓ હોળીનો તહેવાર ઉજવતા કિશન ભરવાડનો વિડીયો…

અમદાવાદમાં ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નામના એક યુવાનનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટના બની ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરોપીની શોધખોળ કરવા માટેના તાત્કાલિક આદેશ આપી દીધા હતા.

સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે કિશન ભરવાડનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. કિશન ભરવાડ ના મૃત્યુ બાદ કિશન ભરવાડને ન્યાય મળે તે માટે માલધારી સમાજ આગળ આવ્યું હતું. કિશન ભરવાડ ના મૃત્યુ બાદ કિશન ભરવાડની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ છે.

મૃત્યુ પામેલો કિશન ભરવાડ પોતાની લાડકવાયી દીકરીને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવવા ઇચ્છતો હતો. પરંતુ કિશન ભરવાડની અધુરી ઇચ્છા પૂરી કરવા માટે ભરવાડ સમાજના એક વ્યક્તિએ કિશન ભરવાડની દીકરીની તમામ જવાબદારીઓ પોતાના ખંભે ઉઠાવી છે.

સોશિયલ મીડિયામાં કિશન ભરવાડના ઘણા વિડીયો વાયરલ થયા છે. જેમાં એક વીડિયોમાં તેઓ પોતાની લાડકવાયી દીકરીનું ઘર માં સ્વાગત કરી રહ્યા હતા. એક વીડિયોમાં તેઓ ખૂબ જ અલગ અંદાજમાં ગરબા રમતા દેખાયા હતા. ત્યારે હોળીનો તહેવાર ઉજવતા કિશન ભરવાડનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કિશન ભરવાડ પોતાના પરિવાર સાથે હોળીની પ્રદક્ષિણા કરતા દેખાઈ રહ્યા છે. આ સમયે તે ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

કિશન ભરવાડ ની શ્રદ્ધાંજલિ આપવા માટે 25 માર્ચના રોજ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પ ધંધુકા ખાતે એપીએમસી માર્કેટ યાર્ડમાં યોજવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પનું આયોજન શ્રી કૃષ્ણ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. આ કેસમાં જોડાવા માટે તમામ હિંદુ ભાઈઓ બહેનોને આહવાન કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*