મિત્રો 8 તારીખ એટલે કે ગઈ કાલે શિવરાત્રીનો મહાપર્વ હતો. આ શિવરાત્રીના તહેવાર પર તમામ શિવભક્તોએ ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. ત્યારે મહાશિવરાત્રીનો તહેવાર હોય અને જૂનાગઢના ભવનાથની વાત ન થાય તેવું તો બને જ નહીં.
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે.આ આધ્યાત્મિક મેળામાં સાધુ સંતો તેમજ લોક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવીભક્તો માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યા હતા તેમજ લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
ને ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીએ મહાશિવરાત્રીના ભવ્ય મેળામાં ડાયરાની રમઝટ બોલાવી હતી.આ ભવનાથના ભવ્ય ડાયરામાં કિર્તીદાન ગઢવી નું આખું પરિવાર જોઈ શકાય છે તેમનો પુત્ર રાગ
તેમના પત્ની ત્યારે સોશિયલ મીડિયામાં આ ડાયરા ના ઘણા બધા વિડીયો તમે જોયા હશે ત્યારે કિર્તીદાન ગઢવી નો દીકરો રાગ ડાયરામાં રમઝટ બોલાવી હતી અને કહેવાય છે ને કે પિતાના સંસ્કાર માતાના સંસ્કાર દિકરામાં આવે છે
અને કળા પણ વારસામાં મળે છે ત્યારે તેને પણ લોકસાહિત્યની ગાવાની કળા પિતા તરફથી વારસામાં મળી છે. દીકરા રાગે જમનાજીની હેલ રે ઘરે જાવું ગમતું નથી ગીત ગાયને આખા ડાયરાને જબરદસ્ત રમઝટ બોલાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment