કિર્તીદાન ગઢવી નું નામ તો લગભગ તમામ ગુજરાતીઓએ સાંભળ્યું જ હશે કારણ કે તેમને પોતાની મહેનત અને કળાથી ગુજરાતી લોકસાહિત્ય ગુજરાતી સંગીતને સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે શિવરાત્રીના તહેવાર પર પવિત્ર ભૂમિ જૂનાગઢમાં મસ્ત સુંદર ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં કિર્તીદાન ગઢવી તેમના પરિવાર સાથે પધાર્યા હતા. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી સિવાય માયાભાઈ આહીર અને ઘણા બધા સંતો મહાત્માઓ અને શિવ ભક્તો પધાર્યા હતા.જે જગ્યાએ કિર્તીદાન ગઢવી નો ડાયરો હોય પછી ત્યાં તો લોકોના ટોળા ટોળા એકઠા થઈ જાય
કારણ કે કિર્તીદાન ગઢવી નો ચાહક વર્ગ સમગ્ર ગુજરાતમાં બધા લોક સાહિત્ય કરતા વધારે છે.ત્યારે હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દેતા હતા ત્યારે કિર્તીદાન ગઢવી નો દીકરો રાગ મંચ પરથી સૂર રેલાવતો જોવા મળ્યો હતો. આ જોઈને લોકો બોલી ઉઠ્યા કે
ભાઈ મોરના ઈંડા ને ચીતરવા ના પડે દીકરાના સંસ્કાર તો માના ધાવણમાં હોય. કિર્તીદાન ગઢવીના દીકરાએ રસિયો રૂપાળો ગીત ગાયું હતું અને જો મિત્રો કમાભાઈ ત્યાં હાજર હોત ને તો તો ડાન્સ કરી કરીને મોજ કરાવી દીધી હોત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment